ડીસા
ડીસા સહિત આજુબાજુના વિસ્તારોમાં અત્યારે ૮૦૦થી હજાર ફૂટ સુધી પાણીના તણ ઉંડા પહોંચી ગયા છે. તો બીજી તરફ સતત છેલ્લા ત્રણ વર્ષથી વરસાદ પણ ઓછો થતો હોવાના કારણે ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. તેવામાં ડીસા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સમાજ સેવક પ્રવીણભાઈ માળીએ ખેડૂતો અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવા માટે મુહીમ હાથ ધરી છે. જે અંતર્ગત આજે તેઓએ રામપુરા ગામે ખેડૂતો સાથે ખાટલા બેઠક યોજી હતી. તેમજ સરકાર તરફથી આપવામાં આવતી સહાય અંગે પણ જાણકારી આપી હતી. સંવાદ બાદ ૫૦થી વધુ ખેડૂતોએ તેમના ખેતરમાં નિષ્ક્રિય બનેલા ટ્યુબવેલ રિચાર્જ કરવા માટે અને વરસાદનું એક એક ટીંપાના પાણીના સંગ્રહ માટે નવ સંકલ્પ લીધો હતો.ડીસા રામપુરા મુકામે જળ સંચય જાગૃતિ અંગે બેઠક રાખવામાં આવી હતી. જેમાં કૂવા અને ટ્યુબવેલ રિચાર્જ અંગે સંવાદ થયો જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જળ સંચય અંગેની સહાય યોજનાની માહિતી આપતા ૫૦થી વધુ ખેડૂતો ટ્યુબવેલ રિચાર્જ કરવાનો સંકલ્પ લીધો હતો.
