ભરૂચ
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી ઉપર બે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ એલસીબીએ ઓ.એન.જી.સી.માં. ફરજ બજાવતા કર્મચારીને ઝડપી પાડ્યો છે. અંકલેશ્વરના એફ.એમ. અમીન પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમ મશીન તૂટ્યા હતા. મધરાતે આવેલા તસ્કરે બે મશીનના ડિસ્પ્લે અને કેશ દરવાજાે તોડયા હતા. જાેકે, કેશ ચોરીમાં તે નિષ્ફળ જતા નાસી છૂટ્યો હતો. ભરૂચ ન્ઝ્રમ્ પી.આઈ. કે.ડી. મંડોરા, પોસઇ જે.એન.ભરવાડ, એમ.એચ.વાઢેર, એન.જી. પાંચાણી સહિત ટીમે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઓ.એન.જી.સી. કોલોનીમાં હાલ રહેતા મૂળ નાંદોદના યુવાનને હસ્તગત કરી લેવાયો હતો. આરોપી જીગ્નેશ છોટુભાઈ વસાવાએ પૂછપરછમાં પોતાના માથે દેવું ચઢી ગયું હોય એટીએમ તોડવાનો પ્લાન ઘડી કાઢ્યો હોવાની કેફિયત પોલીસ સમક્ષ વ્યક્ત કરી હતી.

