Gujarat

જેતપુરના વોર્ડ-1 નાં જલારામ નગર-3 માં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાયાની સુવિધાઓ જ નથી?

જેતપુરમાં આજે જેતપુર-નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વોર્ડ નંબર-1 ના જલારામ નગર 3 નાં વિસ્તારના લોકો દ્વારા પાલિકા દ્વારા વર્ષોથી પ્રાથમીક સુવિધાઓ ન અપાતા હલ્લાબોલ કર્યો હતો
ચોમાસામાં એમ્બ્યુલન્સ પણ નથી આવી શકતી આ વિસ્તારોમાં
જેતપુર શહેરની નગરપાલિકા એ ગ્રેડની ગણવામાં આવે છે પરંતુ આજે પણ છેવાડાના વિસ્તારમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. વેરો ઉઘરાવવામાં માહેર પાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં ઉણી ઉતરી છે ત્યારે અહીં પારાવાર દુવિધા ભોગવતા લોકોએ રસ્તા, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની સુવિધા આપવા માગણી કરી છે.
જેતપુર પાલિકાની હદ હેઠળ આવતા ધોરાજી રોડ પર આવેલા  જલારામનગર,3 ના રહેવાસીઓ દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો ચોમાસુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા છેલ્લા ૫ વર્ષથી સર્જાતી હોવા છતાં એક પણ પ્રકારના રોડની કામગીરી અહીં કરવામાં નથી આવી તેમજ આ વિસ્તારમાં પાયાની સુવિધાઓ જેમ કે પાક રસ્તા, સ્ટ્રીટ લાઈટ, ગંદા પાણીના નિકાલ માટે ગટર વ્યવસ્થા નથી તેમજ ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી પણ આ વિસ્તારોમાં કરવામાં આવતી ન હોવાનું પણ  જણાવવામાં આવ્યું હતું.
આશ્ચર્યની વાત એ છે કે આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ઉપરોક્ત વિસ્તારોમાં વિકાસના કર્યો થયા જ કેમ નથી. શું પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કઈ નક્કર આયોજન કરવામાં નથી આવ્યું? આવા અનેક સવાલો થતા જોવા મળતા હોય છે.જો કે વોર્ડ નંબર-1 નાં જલારામ નગર 3 નાં રહેવાસીઓ દ્વારા અગાઉ પણ પાયાની સુવિધાઓ આપવા માટે આવેદનો પાઠવવામાં આવ્યા હતા. પણ સ્થિતિ “જે સે થે” મુજબની જોવા મળે છે. આ વિસ્તારોના લોકો દ્વારા  જણાવ્યું હતું કે જો તેમની માંગો પાલિકા તંત્ર દ્વારા પુરી પાડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી
હરેશ ભાલીયા જેતપુર

Screenshot_20220719-172328__01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *