Maharashtra

રણબીરની ફિલ્મમાં કાર્તિક આર્યન કેમિયો કરશે

મુંબઈ
કાર્તિક આર્યન ‘ભૂલ ભુલૈયા ૨’ના સક્સેસથી સાતમા આસમાને છે. વર્ષ ૨૦૦૭ની ફિલ્મની સિક્વલ આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કાર્તિકને અંધારી સફળતા અપાવી છે અને ફિલ્મે ગ્લોબલ બોક્સ ઓફિસ પર ? ૨૫૦ કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. હવે, કાર્તિક પણ મોટા સુપર સ્ટારની જેમ ફિલ્મોમાં કેમિયો કરવા જઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્‌સનું માનીએ તો, કાર્તિક ડિરેક્ટર લવ રંજનની રોમેન્ટિક ડ્રામા ફિલ્મમાં સ્પેશિયલ એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મમાં સુપર સ્ટાર રણબીર કપૂર અને શ્રદ્ધા કપૂર મુખ્ય કિરદાર નિભાવી રહ્યા છે. લવ રંજનની અનટાઈટલ્ડ ફિલ્મનું શૂટિંગ ભારત સહિત અનેકે વિદેશી લોકેશન્સ પર કરવામાં આવ્યું છે અને ફિલ્મના બાકીના પાર્ટનું શૂટિંગ કરવા ફિલ્મ ટીમ મોરેશિયસ પહોંચી છે. જ્યાં કાર્તિકના પાર્ટનું પણ શૂટિંગ કરવામાં આવે તેવી શક્યતા છે. રણબીરે આ ફિલ્મ વિશે અગાઉ કહ્યું હતું કે, આ રોમેન્ટિક ફિલ્મ કોમેડીથી ભરપૂર છે અને તેણે શ્રદ્ધા અને લવ સાથે કામ કરવામાં ખૂબ જ મજા આવી છે. શ્રદ્ધા ખુબ જ ટેલેન્ટેડ છે અને તેની એનર્જી ગજબની છે. હું આ ટીમ સાથે ફરી એકવાર જાેડાવવાની ઈચ્છા રાખું છું. કાર્તિક અને લવ રંજન વચ્ચે સ્ટ્રોંગ બોન્ડિંગ છે. કાર્તિકને લવ રંજને જ તેની ફિલ્મ ‘પ્યાર કે પંચનામા’થી લોન્ચ કર્યો હતો અને ત્યારબાદ આ જાેડીએ ‘આકાશ વાણી’, ‘પ્યાર કે પંચનામા ૨’ અને ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’માં પણ સાથે કામ કર્યું હતું. આ ચાર ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મો સુપરહિટ નીવડી હતી અને લવ રંજન માટે કાર્તિક હંમેશા રહ્યો છે. હવે, રણબીરની ફિલ્મમાં કાર્તિકના કેમિયોથી કાર્તિકની સ્ટાર વેલ્યુમાં ફરી એકવાર વધારો થવા જઈ રહ્યો છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *