સ્વરોજગાર જૂથ,શિક્ષિત બેરોજગાર મહિલાઓને મળી શકશે અગ્રતા…
ગિરગઢડા
ભરત ગંગદેવ.
સરકાર ના અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનો વિભાગના ઠરાવ પ્રમાણે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ગ્રામ્ય, તાલાલા, કોડીનાર, ઉના, ગીરગઢડા તાલુકામાં તેની નામ સાથે જણાવેલ ગામોએ વધુ અંતરના કારણે, જન સંખ્યાના ધોરણે, રાજીનામાના કારણોથી અથવા ૫૨વાનો રદ થયાના કારણે બંધ થયેલ દુકાન માટે દર્શાવેલ પત્રક-૧,૨ મુજબના ગામોએ નવા પંડીત દીન દયાળ ગ્રાહક ભંડાર એટલેકે સરકાર માન્ય વાજબી ભાવની દુકાન ખોલવાની હોય જેના માટે ઇચ્છુક દુકાનદારો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.
વેરાવળ ગ્રામ્ય વિસ્તારમાં ગોવિંદપરા ગામની દુકાન માટે બક્ષીપંચ, તાલાલા તાલાલા-5 નંબર દુકાન માટે સામાન્ય વર્ગ, તાલાલા માલજીંજવા, ગાભા ગામની સંયુક્ત દુકાન માટે બક્ષીપંચ, કોડીનાર પેઢાવાળા ,નવાગામ ,આણંદપુર ની સંયુક્ત દુકાન માટે બક્ષીપંચ, ઉના સેંજલીયા,ખડા, દાંડી ગામની સંયુક્ત દુકાન માટે બક્ષીપંચ ઉના પાલડી ગામની દુકાન માટે બક્ષીપંચ ગીર ગઢડા અંબાળા ગામની દુકાન માટે બક્ષીપંચ તેમજ વેરાવળ ગ્રામ્ય મેઘપુર ની દુકાન માટે બક્ષીપંચ ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે
ઉપર મુજબના ગામોમાં વાજબી ભાવની દુકાન શરૂ કરવા માટે નિયત નમુનામાં અરજીઓ મંગાવવામાં આવે છે. જાહેર સંસ્થા કે જાહેર મંડળ જેવું કે પંચાયત મહિલાઓનું સ્વસહાય જુથ (અન્ય) સહકારી મંડળી ઉપર અગ્રતા ધરાવતી સંસ્થા / વ્યક્તિઓએ દુકાનનું સંચાલન મહિલાને અથવા મહિલાઓને સોંપવાનું રહેશે. ઉપર મુજબ સંસ્થા / જૂથ / મંડળી ઉપલબ્ધ ન થાય તો શિક્ષિત મહિલા બેરોજગાર શિક્ષિત પુરૂષ બેરોજગાર અગ્રતાક્રમ મુજબ નિયત નમુનામાં કોરા અરજી પત્રકો કે જે તે તાલુકા મામલતદાર કચેરીએપી રૂબરૂમાં સંલગ્ન મામલતદાર કચેરીમાંથી મેળવી લેવાના રહેશે. સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજી પત્રકો તે જ કચેરીમાં પુરવઠા શાખાના નાયબ મામલતદારશ્રી/મામલતદારશ્રીને રૂબરૂ તા.૦૬/૦૯/૨૦૨૨ સુધીમાં કામકાજના કલાકો દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય પહોંચાડવાના રહેશે અને તે બદલ જરૂરી પહોંચ મેળવી લેવાની રહેશે. અરજી પત્રક ઉપર રૂા.૨૦/- ની કિંમતનો નોન જયુડીશ્યલ એડોસીવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે. મુદત બહાર તેમજ અધુરી વિગતે રજુ થયેલ અરજી પત્રકો રદબાતલ ગણવામાં આવશે. છેવટનો નિર્ણય દુકાન ન ખોલવા માટેનો લેવાય તો અરજીઓ રદ થવાને પાત્ર રહેશે. શરૂ ઘનાર તમામ વ્યાજબી ભાવની દુકાનના સંચાલકે / સંસ્થાએ ફરજિયાતપણે વ્યાજબી ભાવની દુકાન મળી શકશે. અરજી પત્રકો કામકાજના કલાકો દરમ્યાન તા.૦૬/૦૮/૨૦૧૨ સુધીમાં જાહેર રજાના દિવસો સિવાય સંબંધીત સાધનો તથા ઈલેકટ્રોનીક વજન કઈ રચની રહેશે અને દુકાનમાં કોમ્પ્યુટર / લેપટોપ / હેન્ડ હેલ્ડ ટર્મીનલ પ્રિન્ટર અને બાયોમેટ્રીક અત્રે સ્પષ્ટ કરવાનું કે સદરહુ જાહેરાતથી જે દુકાનો માટે અરજી આવશે તેની ફાળવણી ઉપર દર્શાવેલ અમતક્રમ મુજબ જ કરવામાં આવશે. શિક્ષિત મહિલા બેરોજગાર અને શિક્ષીત પુરૂષ બેરોજગાર માટે અનામત ટકાવારીના નિયમો વિભાગના તા.૨૬/૦૮/૨૦૧૫ ના ઠરાવ મુજબ થથાવત રહેશે. તેમજ જિલ્લા પુરવઠા અધિકારી ની કચેરીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
