Gujarat

યાત્રાધામ પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન માં મેગા નેત્ર નિદાન કેમ્પ, હાર્ડવૈધ કેમ્પ યોજાયો.. આંખના કુલ 236 દર્દીઓ એ  અને ૭૬ દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ લઈ ગયા.

હાર્ડ વૈદના 51 દર્દીએ લાભ લીધો.
 ગિરગઢડા
  ભરત ગંગદેવ.
પ્રાચી તીર્થ.. યાત્રાધામ  પ્રાચી તીર્થ ના કોળી સમાજ ભવન ખાતે શ્રી સદગુરુ મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડ વૈદ નીદાન કેમ્પ યોજાયો હતો જેમાં આ કેમ્પના દાતા શ્રી અજાભાઈ બારડ રંગપુર તથા શ્રી રણછોડદાસબાપુ આંખની હોસ્પિટલના ડો. સિદ્ધાર્થ તથા હાર્ડવૈદ રવિરાજભાઈ તાલાળા તથા લાખાભાઈ વાઢેર પંડવા તથા ગાયત્રી પરિવારના પરિજનોનાદ્વારા દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકવામાં આવેલ હતો જેમા ગાયત્રી પરિવાર ના વરિષ્ઠ કાર્યકર્તા તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા એ કેમ્પને ઉદબોધન કરીને ચિંતન કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજના આ યુગમાં ગાયત્રી મંત્ર શું છે તે સમજવા માટે અને સૌને સદબુદ્ધિ માટે  ૧૧ ગાયત્રી મહામંત્ર અને ૫ મહામૃત્યુંજય મંત્રની સાથે પ્રાર્થના કરવામાં આવી હતી જેમાં  શ્રીરણછોડદાસબાપુ આંખની હોસ્પિટલ રાજકોટ ના ડોક્ટર સિદ્ધાર્થભાઈ એ આંખના 236 દર્દીઓને તપાસી 46 દર્દીઓને મોતીયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા અને હાર્ડવૈદ રવિરાજ ભાઈ એ હાથ,પગ,કમરના દુખાવાના 51 દર્દીઓ તપાસીને સારવાર આપવામાં આવી હતી.  આ કેમ્પ ના દાતા તરફથી સૌના માટે  સાદા ભોજન ની પ્રસાદ ની વ્યવસ્થા તથા ચા-પાણીની વ્યવસ્થા રાખવામા આવી હતી આ કેમ્પને સફળ બનાવવા માટે ગાયત્રી પરિવારના પરિજનો તથા સેવાભાવી ભાઈ-બહેનોએ જહેમત ઉઠાવી હતી આ કેમ્પને દિવ્ય બનાવવામાં કાનાભાઈ સોલંકી બોસન,  નાથાભાઈ સોલંકી થરેલી, તથા રોહિત ભાઈ દરબાર અમરાપુર,તથા નારણભાઈ વાળા પાધરુકા,તથા જુસબભાઈ વડાળા,તથા  દિવાળીબેન પ્રાચી,જયાબેન સેમળીયા, તથા શાંતીબેન સેમળીયા, તથા ઉજીબેન સેમળીયા તથા સવિતાબેન થરેલી તથા વૈદરાજ વજુભાઈ ગોરખમઢી તથા રતિભાઈ પ્રાચી તથા પત્રકાર જાદવભાઈ ચુડાસમા પ્રાચી તીર્થ તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિજનો તથા સ્વ રંભુબેન ઉકાભાઇ ચુડાસમા સેવા સમિતિ ના કાર્યકર્તાઓ તથા સેવાભાવી ભાઈ-બહેનો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી કેમ્પને સફળ બનાવ્યો હતો…..

IMG-20220719-WA0483.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *