છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર તરફ આવેલ રેલવે ફાટક નબર 101 ઉપર ટ્રાફિકની સમસ્યાના નિવારણ અર્થે પોલીસ સ્ટેશનથી વસેડી જકાત નાકા સુધીનો કરોડોના ખર્ચે ઓવરબ્રિજ બની રહ્યો છે. પરંતુ સ્ટેશન વિસ્તાર તરફ વોર્ડ નં 1માં બ્રિજની નીચેના ભાગે 12 જેટલા પીલ્લર આવેલા છે. ત્યાં વરસાદના પાણીથી ભારે કિચ્ચડ જામી ગયું છે. જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મોટરસયકલ તો દૂર પરંતુ ચાલતા જઇ શકાય તેવી પણ પરિસ્થિતિ નથી. અવર જવર અર્થે તકલીફ પડતી હોય તંત્ર દ્વારા તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી પ્રજાની માગ છે. છોટાઉદેપુર નગરના સ્ટેશન વિસ્તાર તરફ નવો બનાવવામાં આવતો ઓવરબ્રિજ ની નીચેના ભાગે વરસાદી પાણીનો કારણે ભારે કિચ્ચડ થઈ ગયું છે.
હાલ આ રસ્તો માત્ર મોટરસાયકલ ચાલકો માટે અવરજવર અર્થે ખુલ્લો રાખવામાં આવ્યો છે. પરંતુ ગામડામાંથી આવતી પ્રજા તથા સ્થાનિક પ્રજાને અવરજવર અર્થે ભારે હાલાકી ભોગવવી પડે છે. નજીકમાં શાળા આવેલી છે. જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. પરંતુ તેઓને પણ આવવા જવામાં ભારે તકલીફ પડી રહી છે.
અવરજવર દરમ્યાન કિચચડને કારણે કપડાં પણ બગડે છે. જે કિચચડ ઉપર કપચી નાખી કે પુરાણ કરવામાં આવે તેવી પ્રજાની માંગ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ફાટકથી વસેડી તરફ જતા તંત્ર દ્વારા ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. જ્યાં અગાઉ ડામર રોડ હતો. પરંતુ બ્રિજની નીચે આવેલ પાયાની કામગીરી અર્થે અગાઉ ખોદકામ કરવામાં આવ્યું હતું. જ્યાં ખોદકામ દરમ્યાન માટી નીકળતા તેનો નિકાલ ન થતા હાલ ભારે કિચ્ચડની સમસ્યા ઉદભવી છે.
તંત્ર દ્વારા માટીનો નિકાલ કરવામાં. ન આવતા હાલ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશોને અવરજવર અર્થે અનુકુળતા રહે તેમ પ્રજા તથા વોર્ડ નં 1ના નગરપાલિકાના સભ્યો માંગ કરી રહ્યા છે. આવનારા દિવસોમા વધુ વરસાદ થાય તો વધુ કિચ્ચડ થાય એ પહેલાં કિચ્ચડ ઉપર કપચી નાખી પુરાણ કરી દેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

