જોડિયા એ.પી.એમ.સી.ખાતે ટેકાના ભાવે મગની ખરીદી કેન્દ્રના શુભારંભ પ્રસંગે હાજરી, આર.કે.વી.વાય ખેડૂત શિબિરમાં હાજરી, વિવિધ ગામડાઓમાં લોકસંપર્ક તેમજ જામનગર-સમાણા રોડ પર કૃષ્ણપાર્ક નજીકના પુલનું લોકાર્પણ કરશે.
જુલાઈ રાજ્યના કૃષિ-પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલ તા.૨૧ જુલાઈથી ૨૩જુલાઈ સુધી જામનગર જિલ્લાના પ્રવાસે છે. તા.૨૧ જુલાઈ ગુરુવારના રોજ મંત્રીશ્રી સવારે ૯:૦૦ કલાકે જોડિયા એ.પી.એમ.સી. ખાતે ટેકાના ભાવે મગની ખરીદી કેન્દ્રના શુભારંભ પ્રસંગે હાજરી આપશે. ત્યારબાદ ૧૦:૧૫ કલાકે ભાદરા પાટિયા ભાજપ કાર્યાલય ખાતે અને બપોરે ૧૨:૦૦ વાગ્યાથી જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. સાંજે ૪:૦૦ વાગ્યાથી જામનગર જિલ્લાના મતવા, હડમતીયા, મોટી ભલસાણ, વાગડીયા, વાણિયાગામમાં લોકસંપર્ક યોજશે.
તા.૨૨ જુલાઈના રોજ સવારે મંત્રીશ્રી સવારે ૧૧:૦૦ કલાકે જામનગર તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની સાધારણ સભામાં હાજરી આપશે. બપોરે ૧૨:૦૦ વાગ્યાથી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સાંજે ૫:૦૦ કલાકે જામનગર-સમાણા રોડ પર કૃષ્ણપાર્ક નજીકના પુલનું લોકાર્પણ કરશે. તા.૨૩ જુલાઈના રોજ મંત્રીશ્રી ધ્રોલ પટેલ સમાજ ખાતે યોજનાર આર.કે.વી.વાય ખેડૂત શિબિરમાં હાજરી આપશે. સાંજે ૪:૦૦ વાગ્યાથી લખતર,ભાદરા, બાદનપર, કુનડ અને લીંબુડા ગામે લોકસંપર્ક યોજી લોકોના પ્રશ્નોના નિરાકરણ અર્થે રૂબરૂ સંવાદ કરશે.
