Gujarat

બોડેલી ના પૂર પીડિત અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને ગોધરા ના સેવાભાવી ડૉક્ટર દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું.

છોટાઉદેપુર ના બોડેલી તાલુકા માં અતિભારે વરસાદ ને કારણે  ઘણા પરિવારો નિરાધાર થયાં હતાં.જેમાં શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ના નોટબુક, પુસ્તકો પણ તણાય ગયા હતા.આ માટે ગોધરા નું નામાંકિત ટ્રસ્ટ સકીનાબેન સુલતાન અલી ગુલામહુસેન વાલા ચેરીટેબલ ટ્રસ્ટ અને લોક વિજ્ઞાનકેન્દ્ર ગોધરા દ્વારા પૂરપીડિત 57 જેટલા વિદ્યાર્થીઓ ને  ડોક્ટર શુજાઅત વલી દ્વારા ખત્રી વિદ્યાલય ના આચાર્ય યુ.વાય.ટપલા દ્વારા વિનંતિ કરતા નોટબુક વિતરણ કરવામાં આવ્યું.સદર ટ્રસ્ટ હંમેશા જરૂરિયાત મંદો ને સતત મદદ કરે છે .આ વિદ્યાર્થીઓને નોટબુક મળતાં તેઓ હર્ષ ની લાગણી અનુભવ્યા અને અશ્રુભીની આંખે સદર ડૉક્ટર સાહેબ નો આભાર વ્યકત કર્યો.આ તકે ખત્રી વિદ્યાલય ના પ્રમુખ શ્રી ફિરોઝભાઈ ખત્રી હાજર રહી ચોપડાઓનું વિતરણ કર્યું હતું અને ટ્રસ્ટ નું આભાર વ્યક્ત કર્યો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20220721-WA0014.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *