Gujarat

છોટાઉદેપુર એલ.સી.બી દ્વારા બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝોલાછાપ ડોકટરને ઝડપી પાડી કુલ કિ.રૂ.૩૨,૬૨૦/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો.  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ કે છોટાઉદેપુર જીલ્લો આદિવાસી વસ્તી ધરાવતો વિસ્તાર છે અહીંયાની ભોળી પ્રજામાં અભ્યાસનો અભાવ હોય જેથી આવી ભોળી પ્રજાને કોઇ છેતરી ન જાય અને તેઓના સ્વાસ્થય સાથે ચેડા ન કરે તે હેતુ થી જીલ્લામાં ગેરકાયદેસર અને ડીગ્રી વગરના ડોકટરોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓને ખાનગી રાહે બાતમી મળેલ કે બોડેલી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ નાની બુમડી ગામે રહેતા મનહરભાઇ કનુભાઇ રાઠવાના મકાનમાં સત્યજીત શ્રીકાંતભાઇ મંડલ નામનો માણસ કોઇ પણ જાતની ડોકટર ડીગ્રી વિના પ્રેકટીશ  કરે છે અને ગામના તથા આજુ-બાજુના ગામના અભણ લોકોના સ્વાસ્થ સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ કે આપી ઇન્જેકશનો મારી ડોકટર તરીકેનું કામ કરે છે. જેથી એચ.એચ.રાઉલજી નાઓ એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો સાથે સદર જગ્યાએ રેઇડ કરતા સત્યજીત શ્રીકાંતભાઇ મંડલ હાલ રહે.નાની બુમડી બારીયા ફળીયા તા.બોડેલી જી.છોટાઉદેપુર મુળ રહે.ઉતર સુર્યાંબીંદા ઘેરીપરા રામ કર્ચ ખાન સાઇબાબા તા.સાગર જી.દક્ષિણ ૨૪ પરગનાસ (પશ્ચિમ બંગાળ) નાનો ડોકટર તરીકેનું કામ કરતા મળી આવેલ અને તેની પાસેથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશનો તથા અન્ય સાધનો સાથે કુલ કિ.રૂ. ૩૨,૬૨૦/- નો મુદ્દામાલ મળી આવતા બોડેલી પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલ ઇસમ વિરૂદ્ધ ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220722-WA0004.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *