કલોલ
ગાંધીનગર એસોજીએ ખાનગી રહે બાતમી મળી હતી કે કલોલ રહેતો ભરત ગાન્ડાભાઈ રાવળ પોતાના એક્ટિવા પાછળ તેના મિત્ર જેકઅપ જુગનુંભાઈ નટને પાછળ બેસાડી કલોલથી અમદાવાદ શહેરમાં ગાંજાનો જથ્થો લેવા નીકળ્યો છે અને અમદાવાદથી આ બંને જણા એક્ટીવામાં ગાંજાનો જથ્થો લઈને અડાલજથી એક્કો કંપની આગળ હાઇવે ઉપરથી કલોલ તરફ જવાના છે. જેના પગલે એસઓજીની ટીમ બાતમીના સ્થળ ઉપર વોચ રાખીને ઉભી રહી હતી. તે સમય દરમિયાન થોડાક સમય પછી અડાલજ તરફથી બાદમીમાં જણાવેલ વર્ણન દ્વારા એકટીવા ઉપર બે ઈસમો આવતાં સ્ટાફના માણસોની મદદથી તેમને કોર્ડન કરી રોકી દીધા હતા. જેમની પાસેથી ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. મુદ્દામાલમાં માદક પદાર્થ ગાંજાનું વજન કરતા બે કિલો ૧૩૪ ગ્રામ વજન થયું હતું, જેની કુલ કિંમત ૨૧ હજાર ૩૪૦ થાય છે. તેમજ મોબાઈલ બે નંગ જેની કિંમત ૨૫૦૦ ગણાય તથા એક્ટીવામળીને કુલ ૭૫ હજાર ૧૯૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને પ્રાથમિક પૂછપરછ કરતા તે અમદાવાદ સરદાર નગર રેલવે ફાટક પાસે છારાનગરમાંથી જુમો તમંચે નામની સ્ત્રી પાસેથી લાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે કુલ ૩ આરોપી વિરૂદ્ધ ડી પી એસ એક્ટ કલમ -૮(ષ્ઠ),૨૦(મ્),(૧૧-મ્) ,૨૯ મુજબનો ગુનો દાખલ કરી વધારાની તપાસ હાથ ધરી છે.ગાંધીનગર એસઓજીને ખાનગી રાહે પાકી બાતમી મળતાં અડાલજથી કલોલ હાઇવે ઉપર ઇફકો કંપનીના ગેટની બહાર વોચ ગોઠવી હતી. તે સમય દરમિયાન બાતમીમાં જણાવ્યા મુજબના ઈસમો દેખાતા એસઓજીની ટીમે ધરપકડ કરી પૂછતાછ કરતાં તેમની પાસેથી ૨ કિલો અને ૧૩૪ ગ્રામ ગાંજાે મળી આવ્યો હતો. જેના પગલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી હતી.

