મોડાસા
મોડાસા તાલુકાના ખુમાપુરના બે યુવાનો મોટરસાયકલ નંબર જીજે ૩૧ી ૩૦૪૦ લઈને બંને મોડાસા રાજેન્દ્ર નગર હાઈવે ઉપરથી પસાર થઇ રહ્યા હતા દરમિયાન તેઓ ને લીંભોઈ ગામ ની સીમ માં ભવાનપુર પાસે અજાણ્યા વાહન ચાલકે પોતાના કબજાની વાહનને પુરપાટ ઝડપે અને બેફિકરાઈથી હંકારીને મોટર સાયકલને ટક્કર મારતાં બંને યુવાનો નીચે પટકાયા હતા અકસ્માતમાં બંનેના શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને ૧૦૮ દ્વારા સારવાર માટે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અજાણ્યો વાહનચાલક મોકો જાેઈને ભાગી છૂટ્યો હતો આ માર્ગ અકસ્માતમાં કોલેજમાં અભ્યાસ કરતા રાજદીપસિંહ ગુણવંત સિંહ જાેધા ૨૧ રહે ખુમાપુર તાલુકો મોડાસા નું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આકાશ સિંહ રણજીત સિંહ પરમાર ને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પ્રકાશસિંહ રતનસિંહ જાેધાએ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક વિરૂદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.મોડાસા રાજેન્દ્રનગર હાઇવે ઉપર લીંભોઈ ગામની સીમમાંથી મોટરસાઇકલ ઉપર પસાર થઈ રહેલા મોડાસાના ખુમાપુર ના આશાસ્પદ ૨૧ વર્ષીય યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. અકસ્માત કરીને અજાણ્યા વાહન ચાલક ભાગી છુટયો હતો અકસ્માતમાં મોટરસાયકલ સવાર યુવાનને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે ખસેડાયો હતો.

