કલોલ
ગાંધીનગરના કલોલના પૂર્વ વિસ્તારમાં આવેલ જય ભવાની સોસાયટીમાં રહેતી અને વડોદરા શહેરમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે નોકરી કરતી સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમાર એ તેમની સોસાયટીમાં રહેતા એક વેપારીને તેમના પતિની ઓળખાણ પીઆઇ તરીકે કરાવી હતી. અને તેઓ સરકારી ખાતામાં સારું એવું સેટિંગ કરાવે છે. અને તમારા ભાણિયાઓને નોકરીએ રખાવી દેશે તેમ કહીને વિશ્વાસ આપ્યો હતો. વેપારીએ તેના પતિને ભાણીયાઓને નોકરી અપાવવા માટે રૂપિયા ૧૧ લાખ ૩૦૦૦૦ આપ્યા હતા તેમ છતાં તેણે નાકરીના અપાવતા વેપારીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી અને તેના પતિને જુનાગઢ થી ઝડપી લેવામાં આવ્યો હતો.કલોલમાં આવેલ જય ભવાની સોસાયટીમાં રહેતા એક વેપારીને તેમની સોસાયટીમાં રહેતી સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમાર જે વડોદરા પોલીસ મથકમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. અને તેણે પોતાના પતિ ધવલ નંદાભાઈ ખાવડુ રહે.જુનાગઢ ની ઓળખાણ પીઆઇ તરીકે વેપારીને કરાવી હતી તેનો પતિ સરકારી ખાતાઓમાં મોટું સેટિંગ ધરાવે છે અને તમારા ભાણીયાઓને નોકરીએ રખાવી દેશે તેમ વાત કરતા વેપારીએ સરકારી નોકરી અપાવવાની વાત કરતા મહિલાએ જણાવેલ કે મારા પતિનું પીજીવીસીએલમાં સેટિંગ છે અને આ બંને ભાણીયાઓને તેમાં નોકરીએ રખાવી દેશે તેમ કહીને વેપારી પાસેથી રૂપિયા ૧૧.૩૦ લાખ રૂપિયા લઈ લીધા હતા. અને નોકરી અપાવી ન હતી. જેથી વેપારીને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં તેઓએ પોલીસ મથકમાં સ્નેહલબેન ઈશ્વરભાઈ પરમાર તથા ઈશ્વરભાઈ ગંગારામ પરમાર અને ધવલભાઈ નિંદાભાઈ ખાવડુ સામે ફરિયાદ નોંધાવી હતી.

