Gujarat

અંબાજી ના કુંભારીયા મુકામે ૨૫,૦૦૦ નંગ વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન પકડાયેલ વિદેશી દારૂ નો કરાયો નાશ

*ગાંધીના ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી એ પણ એક મોટો પ્રશ્ન છે..??*
યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે કુંભારીયા મુકામે ખુલ્લી જગ્યા માં પ્રાંત અધિકારીશ્રી ની હાજરી માં પાછલા વર્ષો માં પકડાયેલ ભારતીય બનાવટ ની વિદેશી દારૂ ની ૨૫,૦૦૦ નંગ બોટલો ને જે.સી.બી.મશીન વડે ફોડી ને નાશ કરવામાં આવ્યો હતો
ગુજરાત માં દારૂ બંધી હોવા છતાં પણ લઠ્ઠા કાંડ સર્જાતા તેમજ ઝેરી દારૂ વડે લગભગ ૩૯ જેટલા લોકો મૃત્યુ પામતા અને ૧૫ ની અતિ ગંભીર હાલત સર્જાતા સમગ્ર રાજ્ય માં હાહાકાર મચી જવા પામ્યો છે
 ગુજરાત સરકાર અને પોલીસ ની કામગીરી પર પ્રશ્નો ઊભા થવા પામ્યા છે.ત્યારે ગુજરાત – રાજસ્થાન ની સરહદે આવેલ અંબાજી માં પણ છાને ખૂણે દારૂ વેચાણ થવા બાબતે અનેક વાર પોલીસ દ્વારા રેડ પાડવા છતાં પણ બૂટલેગરો આબાદ રીતે છટકતા જોવા મળ્યા છે ,
 તેમજ છાપરી ચેક પોસ્ટ ખાતે પોલીસ ની સઘન ચેકીંગ કામગીરી હોવા છતાં મોટા પ્રમાણ માં દારૂ રાજસ્થાન થી ગુજરાત માં ઘુસાડવા માં આવી રહેલ છે જે બાબતે અનેક વખત એલ.સી.બી.દ્વારા પીછો કરી ને ગાડીઓ અને ટ્રકો માં સંતાડી ને દારૂ ની હેર ફેર કરતા બૂટલેગરો ને પકડી પાડવામાં આવે છે છતાં પણ ગુજરાત માં દારૂબંધી નો સિલસિલો યથાવત રહ્યો છે
ઘણી વખત જોવા મળે છે કે રાજસ્થાન સરહદ થી અને પછી  અંબાજી થી નીકળેલી ગાડીઓ ઘણી વખત બીજા જિલ્લા અને તાલુકાઓમાં પકડાય છે
જ્યારે પ્રશ્ન થાય છે કે.. ? રાજસ્થાન બોર્ડર થી અંબાજી તરફ આવતી ગાડીઓ કોની છત્રછાયામાં અંબાજી થી પસાર થાય છે
*અહેવાલ = વિક્રમ સરગરા ,અંબાજી*

IMG_20220728_160246.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *