Gujarat

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીમાં ફરિયાદ

વડોદરા
એમ.એસ.યુનિવર્સિટીમાં સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા મોટા ભાઇ ધનંજયની સાથે કોમર્સ ફેકલ્ટી પાસે આવેલ કેન્ટીમાં ચા પીવા માટે ઉભા હતા. આ દરમિયાન તેમની સાથે એનએસયુઆઈના નેતા વ્રજ પટેલ પણ હાજર હતા. દરમિયાન કેન્ટીનમાં કરણ પટેલ અને તેના મિત્રો તૃશેન દેશમુખ, શિવમ અને શાહિદ શેખ આવ્યા હતા. આ ચારેય એનએસયુઆઈના નેતા વ્રજ પટેલને પૂછવા લાગ્યા હતા કે હર્ષ ક્યા છે? હર્ષ ત્યાં જ હાજર હોવાથી કરણ સહિતના ચાર સાથીદારોએ તેને પકડી લીધો હતો અને અપશબ્દો કહેવા લાગ્યા હતા. તેમજ તું કેમ એ.એસ.યુ. ગ્રૃપનો પ્રચાર કરે છે તેમ કહી ગડદા પાટુંનો મારમાર્યો હતો. જેથી હર્ષને બચાવવા માટે તેનો ભાઇ ધનંજય વચ્ચે પડ્યો હતો. જેથી કરણ અને તેના સાથીદારોએ ધનંજયને પણ માર માર્યો હતો. સમગ્ર મામલે બુમાબુમ થતાં યુનિવર્સિટીની વિજિલન્સની ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો. મારામારીની ઘટનામાં ઇજાઓ થતાં હર્ષ શૈવે કરણ પટેલ, તૃષેશ દેશમુખ, શિવમ અને શાહિદ શેખ સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે આ મામલે ચકચાર મચાવી છે.વડોદરા એમ.એસ.યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના મામલે ચાર લોકો સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. મારામારીની આ ઘટના એક વિદ્યાર્થીએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધી હતી. આગામી દિવસોમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ઘટનાએ ચકચાર જગાવી છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *