Gujarat

શાપર વેરાવળમાં જાહેરમાં દેશી દારૂ વહેંચાતો વિડીયો વાયરલ

રાજકોટ
રાજ્યમાં લઠ્ઠાકાંડ બાદ પોલીસ તંત્ર એલર્ટ બન્યું હતું અને રાજકોટ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં દેશી દારૂના વેચાણ કરતા બુટલેગરો ઉપર ઘોસ બોલાવી હતી. ત્યારે રાજકોટના શાપર વેરાવળ વિસ્તારમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થવા પામ્યો છે. શાપર પોલીસે આ વાઇરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે, વીડિયો ૬ મહિના પહેલાનો છે અને અહીં પોલીસે ત્રણ વખત દરોડો કરી કાર્યવાહી પણ હાથ ધરી હતી. રાજકોટ જિલ્લામાં પણ પ્રોહિબિશન અંગે ડ્રાઈવ યોજવામાં આવી હતી. જે અંતર્ગત શાપર વેરાવળ જીઆઈડીસીના ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી કુલ ૧૨ પ્રોહીબીશનના કેસો શોધી કાઢવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનોમાંથી કુલ ૩૪, એમ કુલ મળી જીલ્લા કક્ષાએ કુલ ૪૬ પ્રોહીબીશનના કેસો કરી કુલ ૨૭૩ લીટર દેશી દારૂ તેમજ ૧૮૪૦ લીટર આથો ઝડપી પાડવામાં આવેલ તેમજ જીલ્લાના અન્ય ૧૮૭ બુટલેગર્સને ચેક કરી નીલ રેઈડની કાર્યવાહી કરવામાં આવી હતી.બોટાદમાં થયેલ કથિત લઠ્ઠાકાંડ બાદ ગુજરાતમાં ઠેર ઠેર ચાલતા દેશી દારૂના હાટડાઓના વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક મહિલા ખુલ્લેઆમ દેશી દારૂનું વેચાણ કરી રહી છે. આ વીડિયો શાપર વેરાવળ વિસ્તારનો હોવાનું સામે આવ્યું છે.

File-02-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *