દાહોદ
પંચમહાલ જિલ્લામાં રહેતી ૧૫ વર્ષીય સગીરા જે દેવગઢ બારીયા નગરમાં આવેલી એક શાળામાં અભ્યાસ કરતી હતી. ત્યારે ગત તા.૨૬મી જુલાઈના રોજ પંચમહાલના ઘોઘંબા તાલુકામાં રીછવાણી ગામે બાવા ફળિયામાં રહેતો મુકેશ કનુભાઈ પટેલીયાએ ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્ની તરીકે રાખવા સારૂં અપહરણ કરી નાસી ગયો હતો. આ સંબંધે સગીરાના પિતાએ દેવગઢ બારીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બીજી તરફ ગત તા.૨૫મી જુલાઈના રોજ ફતેપુરા તાલુકામાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરા પોતાના ઘરે હાજર હતી. તે સમયે અજાણ્યા યુવકે સગીરાનું અપહરણ કરી નાસી જતાં આ સંબંધે સગીરાના પિતાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા નગરમાંથી એક સગીર વિદ્યાર્થિની શાળાએ જતી હતી. ત્યારે એક યુવકે તેને લગ્નનની લાલચે અપહરણ કરી નાસી ગયો હતો. જેથી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના એક ગામેથી ૧૫ વર્ષીય સગીરાને અજાણ્યો યુવક અપહરણ કરી નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવામા આવી છે.

