Gujarat

સાવરકુંડલા તાલુકાના થોરડી ગામે લોક સેવક સંઘ ખાતે તારીખ ૨૮-૭-૨૦૨૨ના રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ ભવ્ય આયોજન થયું. આ નિદાન કેમ્પમાં સાવરકુંડલાના લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તબીબોએ સેવા આપી. સમગ્ર કેમ્પ દરમિયાન ૩૮૦ દર્દીનારાયણે આ નિદાન કેમ્પની સેવાનો લાભ લીધો. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
લોક સેવક સંઘ ખાતે તારીખ ૨૮-૭-૨૦૨૨ ના રોજ વિના મૂલ્ય સર્વ રોગ નિદાન સારવાર કેમ્પનું ભવ્ય આયોજન થયું હતું જેમાં વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા સંચાલિત લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તબીબી નિષ્ણાતો દ્વારા આ કેમ્પમાં સેવાઓ આપવામાં આવી હતી.
ડો. દીપકભાઈ શેઠ (કેન્સર વિભાગ). ડો. વાણીયા સાહેબ તથા ડો. ચાંદનીબેન (મેડિસિન વિભાગ) ડો. કિરણબેન (આંખ વિભાગ) મીરાબેન (ગાયનેક વિભાગ) ડો. ઝરણાબેન અને ડો.સંગીતાબેન (બાળરોગ વિભાગ) ડો. ધારાબેન (દાંત વિભાગ) ડો.અરુણભાઈ મિસ્ત્રી (જનરલ ઓ.પી.ડી), ડૉ. રાકેશભાઈ સિંઘ (સર્જન વિભાગ) તથા મેડિકલ અને લેબોરેટરી સ્ટાફ દ્વારા ઉત્તમ પ્રશંસનીયની કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પને સફળ બનાવવા સંસ્થાના ટ્રસ્ટી શ્રી કાંતિભાઈના માર્ગદર્શનથી સર્વ સ્ટાફ દ્વારા સારી જહેમત ઉઠાવવામાં આવી હતી.
વિના મૂલ્ય સર્વે રોગ નિદાન સારવાર કેમ્પની સફળતા બદલ શ્રી ભરતભાઈ જોષી, શ્રી ચંદ્રિકાબેન કામદાર ડો. શ્રી દિપકભાઈ શેઠ, ડો. શ્રી સિંઘ સાહેબ, ડોક્ટર શ્રી વાણીયા સાહેબ ,ડોક્ટર શ્રી અરૂણભાઇ મિસ્ત્રી તથા આજુબાજુના સૌ ગ્રામજનોએ રાજીપો વ્યક્ત કર્યો હતો અને સમગ્ર કેમ્પમાં ૩૮૦ જેટલા દર્દીનારાયણશ્રીઓની સેવાનો લાભ મળ્યો હતો.. સમગ્ર કાર્યક્રમ લોક વિદ્યામંદિર અને નિવાસી અંધ વિદ્યાલય થોરડી તાલુકો સાવરકુંડલાના કર્મચારીઓની જહેમતથી સફળ રહ્યો હતો.

IMG-20220728-WA0062.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *