ગિરગઢડા
ભરત ગંગદેવ.
હવા, પાણી અને જમીન તેમજ આપણી આસપાસ રહેલું વાતાવરણ એ પર્યાવરણના મૂળભૂત ઘટકોમાના જરૂરી તત્વો છે. જો હવા, પાણી તેમજ જમીન સ્વચ્છ હશે તો જ આપણું પર્યાવરણ સ્વચ્છ રહેશે. લોકો સ્વચ્છતા પ્રત્યે જાગૃત થાય તે હેતુથી સરકારી વિજ્ઞાન કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સોમનાથ ચોપાટી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે નિમિત્તે આપણે પર્યાવરણના જતન અને સંરક્ષણ માટે જનજાગૃતિના કાર્યમાં યોગદાન આપવું આવશ્યક છે. મૂલ્યવાન પ્રાકૃતિક સંપદાનો નાશ થતો અટકે અને તેનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય તે આજના સમયની ખૂબ જ જરૂરિયાત છે. આ અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે વેરાવળ ચોપાટી ખાતે પ્લાસ્ટિક તેમજ વિવિધ પર્યાવરણને નુકસાનકર્તા પદાર્થોનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું. આ રીતે લોકોમાં સફાઈ અભિયાન થકી ૫ર્યાવરણ પ્રત્યે જાગૃતી લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
આ અભિયાનમા કોલેજનાં વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો પણ જોડાયા હતાં. કાર્યક્રમનું સંચાલન પ્રાધ્યાપક જે. બી ઝાલા તથા મિલન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું એમ કોલેજનાં પ્રિન્સિપાલ શ્રી ડો.સ્મિતા બી છગની યાદીમા જણાવવામાં આવ્યું છે.

