Gujarat

૧૫ ઓગસ્ટ પહેલા ગુજરાતમાં દ્ગૈંછ ના ધામા

સુરત
સુરતના ભાગાતળાવમાં આજે વહેલી સવારથી એટીએસ અને એનઆઇએની ટીમે ધામા નાંખ્યા છે. આજે વહેલી સવારે પાંચ વાગે ભાગાતળાવ પાસેથી ૨૦થી ૨૫ વર્ષના શકમંદ આરોપી જલીલ મુલ્લાહની અટકાયત કરવામાં આવી છે. તેને પૂછપરછમાં ગોપીપુરા વિસ્તારમાં આવેલી એસઓજીની કાર્યાલયમાં તેને લઇ જવાયો છે. આ ઓપરેશનમાં સુરત પોલીસ પણ તપાસમાં જાેડાઇ છે. જાેકે, આ અંગે હજી સુરત પોલીસે કોઇ સત્તાવાર ખુલાસો કરાયો નથી. આ અંગે અન્ય શકમંદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અમારા સંવાદદાતાને આધારભૂત સૂત્રો પાસેથી માહિતી મળી રહી છેકે, ૨૦૨૧નું આઈએસઆઈએસનું એક મોડ્યુલ હતુ જેને ભટકલ ગામ સાથે જાેડાયેલુ હતુ. ત્યારે આ સાથે સંકળાયેલા વ્યક્તિઓ સાથેની પૂછપરછ થઇ રહી હતી ત્યારે સુરતના લાલગેટ વિસ્તારમાં રહેતા આ વ્યક્તિનું નામ સામે આવ્યું હતુ. જેથી એનઆઈએની ટીમે આ વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી હતી. આ આઈસીસ મોડ્યુલ દેશમાં આતંકી ઘટનાઓ કરવામાં સંકળાયેલું છે. આ ઘટના એટલે પણ ગંભીર છે કારણ કે, ૧૫મી ઓગસ્ટ પણ આવી રહી છે. ગયા સપ્તાહે પણ કર્ણાટક અને તમિલનાડુ પોલીસે આઈસીસ સાથે સંકળાયેલા ચાર વ્યક્તિઓને પકડ્યા હતા. સંભવ છે કે, આ લોકની પૂછપરછના રેલા સુરત સુધી પહોંચ્યા છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જિલ્લા ભાજપ યુવા મોરચા સમિતિના સભ્ય પ્રવીણ નેતારુ (૩૨)ની બેલ્લારેમાં તેમની દુકાનની સામે મોટરસાઇકલ પર સવાર ત્રણ અજાણ્યા હુમલાખોરો દ્વારા હત્યા કરવામાં આવી હતી. ભારતીય જનતા યુવા મોરચાના નેતાઓ પુત્તુર પાસે બેલ્લારેમાં બ્રોઈલરની દુકાન ચલાવતા હતા. ભાજપ યુવા મોરચાના નેતાની હત્યા બાદ બુધવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં અનેક સ્થળોએ તણાવ પ્રવર્તી રહ્યો હતો. અનેક સ્થળોએ પોલીસ દ્વારા પથ્થરમારો અને લાઠીચાર્જના અહેવાલો છે. જેમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.ગુજરાતમાં ૧૫મી ઓગસ્ટ પહેલા ચાર શહેરોમાં એનઆઈએની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. રાજ્યમાં અમદાવાદ, ભરૂચ, નવસારી અને સુરતમાં તપાસ ચાલી રહી છે. આ સાથે દેશમાં ૬ રાજ્યોમાં એકસાથે એનઆઈએની તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. આઘારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી હોવાની શક્યતા છે.

Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *