Gujarat

મડાગાસ્કરમાં ગુજરાતીઓએ ભવ્ય મંદિર બંધાવ્યું

અમદાવાદ
હિન્દુ સંસ્કૃતિમાં શિખરબધ મંદિરોના નિર્માણ થતા રહ્યા છે અને થતાં રહેશે ત્યારે દેશ વિદેશમાં આવા ભવ્ય મંદિરનોનું નિર્માણ થઈ રહ્યું છે અન ત્યારે મડાગાસ્કરના પાટનગર અંતાનનારિવોમાં તાજેતરમાં જ ભવ્ય હિન્દુ મંદિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મડાગાસ્કરમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓની બહુમતી છે. આરતી, ભજનો વચ્ચે મંદિરને ભક્તો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મડાગાસ્કર ખાતે ભારતના રાજદૂત અભય કુમાર આ પ્રસંગે ખાસ હાજર રહ્યા હતા. મડાગાસ્કર હિન્દુ સમાજ દ્વારા મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. અહીં વસતા ભારતીયો માટે આ ગૌરવની ઘડી છે. મડાગાસ્કર હિન્દ મહાસાગરમાં આફ્રિકા ખંડના પૂર્વીય તટ પર આવેલા એક ટાપુ પર વસેલો દેશ છે. મોરેશિયસની નજીક જ દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા ટાપુ પર વસેલા મડાગાસ્કર અને ગુજરાતને સદીઓ જૂનો સંબંધ છે. અંદાજે વર્ષ ૧૭૮૦ આસપાસ પહેલી વખત મડાગાસ્કર ગયેલા અમુક ભારતીયો ત્યાં સેટલ થયા હતા જેમાં મોટેભાગે ગુજરાતીઓ હતા. ૧૮મી સદીથી ૨૦મી સદીની શરૂઆત સુધી મેડાગાસ્કરમાં ભારતીયોની સંખ્યામાં વધારો જાેવા મળ્યો હતો. અહીંના બિઝનેસ ક્ષેત્રમાં ભારતીયો એમાં પણ મોટેભાગે ગુજરાતીઓનો મોટો ફાળો છે. અંદાજે ૨૦૦૦૦ આસપાસ ભારતીયો અહીં વસે છે જેમાં ૨૫૦૦ જેટલા ભારતીય પાસપોર્ટ હોલ્ડર છે. ગુજરાતીઓ ટ્રેડિંગ, મેન્યુફેક્ચરીંગ, રીઅલ એસ્ટેટ બિઝનેસમાં વધારે છે. ઘણા ભારતીયો અહીં મલ્ટીનેશનલ કંપનીઓમાં પણ કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં મડાગાસ્કરની જીડીપીમાં ગુજરાતી સમુદાયનો મહત્વનો ફાળો રહ્યો છે. મડાગાસ્કરમાં વસતા ગુજરાતી લોકો દરેક તહેવાર ઉજવે છે પણ નવરાત્રિમાં રોનક જ અલગ હોય છે. તેઓ વર્ષોથી અહીં રહે છે, પણ દરેક પરંપરા જાળવી રાખી છે. મડાગાસ્કરમાં ૩ મંદિર છે. અંતાનનારિવો સિવાય મેડાગાસ્કરના અન્ય શહેરો મહાજાંગા, ડીએગો, ટેમતેવમાં પણ નવરાત્રીના આયોજન કરાયા છે.

Page-46.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *