Gujarat

પોલીસ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા ઓ માં ઉત્તિર્ણ થયેલા ઉમેદવારો માટે બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા સન્માન સમારોહ યોજાયો.

બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર દ્વારા ગત જાન્યુઆરી, ફેબ્રુઆરી ,માર્ચ એમ ત્રણ મહિના સુધી પોલીસ અને પીએસઆઇ માં ગ્રાઉન્ડ પાસ થયેલ ઉમેદવારો માટે લેખિત પરિક્ષા ઓ માટે ની તૈયારી ઓ નાં ભાગરૂપે મફતમાં કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં મેરીટ માં આવેલ ઉમેદવારો માટે નો એક સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાયબ પોલીસ અધિક્ષક એવી કાટકર સાહિબ  ઉપસ્થિત રહી પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી, બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલ આ સરાહનીય પહેલ ને બીરદાવી હતી તેમજ ફાઉન્ડેશન દ્વારા આવનારા સમયમાં પણ આ પ્રકારની રચનાત્મક શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓ અવિરત ચાલુ રહે તેવી વાત કરી હતી.

  આજરોજ યોજાયેલ આ કાર્યક્રમ માં બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન દ્વારા પોલીસ અને પીએસઆઇ ની લેખિત પરિક્ષા ઓ માં ઉત્તિર્ણ થયેલા ૩૩ જેટલા ઉમેદવારો તથા મફત કોચિંગ ક્લાસ શરૂ કરવામાં અહમ્ ભૂમિકા નિભાવનાર અને બીરસા એજ્યુકેશન છોટાઉદેપુર સાથે સંકળાયેલા નગીનભાઈ રાઠવા, શનીયાભાઇ રાઠવા, વાલસિંહભાઈ રાઠવા, ચિરાગભાઈ રાઠવા,સંદિપભાઇ રાઠવા, મનોજભાઈ રાઠવા, વરશનભાઇ રાઠવા,અજીતભાઈ રાઠવા, સરિતાબેન ઓહરીયા કાન્તાબેન રાઠવા નાં તથા જય જવાન સૈનિક ફાઉન્ડેશન છોટાઉદેપુર નાં ગોપાલભાઈ રાઠવા તથા લલીતભાઇ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220731_175127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *