ન્યૂઝ રાજુલા
રાજુલા તાલુકાના ધારેશ્વર દિપડીયા વાવેરા ગામમાં ખાનગી લકઝરી બસ શરૂ થતાં લોકોમાં ખુશી નો માહોલ જોવા મળ્યો હતો
રાજુલા તાલુકાના ધારેશ્વર દિપડીયા વાવેરા ના લોકો ની ઘણાં સમયથી સારી એવી બસ ની જરૂર હતી ત્યારે આજુબાજુના ગામ લોકો ની ઘણાં સમયથી માગણી ઓ હતી ત્યારે પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા ખાનગી લકઝરી બસના માલિક ને મળીને ધારેશ્વર દિપડીયા વાવેરા ઘાંડલા દાધીયા વણોટ હાડીડા આસરાણા દુધાળા મહુવા તળાજા ભાવનગર સુરત ના રૂટ ઉપર સુષ્ટિ ટ્રાવેલ્સ નામની ખાનગી લકઝરી બસ શરૂ કરાવી હતી સુર્ય દર્શન ગ્રુપ દ્વારા પેસેન્જર અને એજન્ટો ની માગણી ઓ ને ધ્યાનમાં રાખીને તા. 2.1.2021 શનિવાર ના દિવસ થઈ શુભ મુહૂર્ત કરવામાં આવ્યુ હતું ત્યારે પત્રકાર વિક્રમભાઈ સાખટ દ્વારા મંગાભાઈ આહિર અને બાબુભાઈ કામળીયા નો ખૂબ ખૂબ આભાર માન્યો હતો
રીપોર્ટર :વિક્રમ સાખટ રાજુલા


