ઊના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ ગાયત્રી મંદિરે ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટના સુરેશગીરી ગોસ્વામી, રાજુભાઇ ડાભી, તેમજ ગાયત્રી ગરબી મંડળના અશ્વિનભાઇ ડાભી, મહેશભાઇ બામટા દ્રારા પવિત્ર શ્રાવણ માસ દરમ્યાન દર વર્ષની જેમ આ વર્ષ પણ સપ્તવિશંતી (સત્યાવીસ) હોમાત્મક શતચંડી યજ્ઞ તા. ૩૧ જુલાઇ થી ૨ ઓગષ્ટ ત્રણ દિવસ યોજાનાર હોય જેમાં દેહ શુધ્ધિ, યજ્ઞ વિધી, જલયાત્રા, તેમજ તા.૨ ને મંગળવારે બિડુહોમનો કાર્યકમ અને મહાપ્રસાદી પટેલ સમાજની વાડી ખાતે સાંજે ૭ કલાકે રાખવામાં આવેલ છે. અને તા.૧ ને સોમવારે રાત્રીના લોક ડાયરાનું પણ આયોજન કરેલ જેમાં વિવિધ કલાકારો ડાયરાની રમઝટ બોલાવશે..
