ઊના – ઊના ગીરગઢડા રોડ પર બાઇક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતા બાઇકમાં સવાર બન્ને પિતરાઇ ભાઇઓના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગયેલ હતી. બન્ને યુવાનોના મૃતદેહને ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડાયેલ છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ચોરવાડ ગામે રહેતા કિશોરભાઇ હરસુખભાઇ સોલંકી ઉ.વ.૩૨ તેમજ ઓમ કિશોરભાઇ સોલંકી ઉ.વ.૨૨ બન્ને યુવાનો કાકા-બાપાના ભાઇઓ થતાં હોય આ બન્ને યુવાનો બાઇક પર ઊનાથી ગીરગઢડા તરફ જતા હતા. ત્યારે ખાપટ અને વડવીયાળા ગામ વચ્ચે રસ્તા સામેથી આવતુ કાકરી ભરેલુ ટ્રેક્ટર સાથે બાઇક વચ્ચે ધડાકાભેર ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક સવાર કિશોરભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં લોહીલોહાણ હાલતમાં હોય તેમનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યુ મોત નિપજ્યુ હતું. જ્યારે તેમના પિતરાઇ ભાઇ ઓમ ને પણ પગના ભાગે ગંભીર ઇજા થતા રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોએ તાત્કાલીક ઇમરજન્સી ૧૦૮ને જાણ કરતા એમ્બ્યુલન્સ મારફતે ઉના હોસ્પીટલે પહોચે તે પહેલાજ તેમનું પણ મોત નિપજ્યુ હતું. આમ બાઇક પર સવાર બન્ને ભાઇઓના કમકમાટી ભર્યા મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગયેલ હતી.. આ અકસ્માતની ઘટનામાં બન્ને યુવાનોને માથામાં તેમજ પગના ભાગમાં ગંભીર ઇજા થતા લોહીલોહાણ હાલતમાં ઘટના સ્થળ પર રસ્તા પર ઢળી પડ્યા હતા. બન્ને મૃતક યુવાનોને ઉના સરકારી હોસ્પીટલે પી એમ અર્થે ખસેડવામાં આવેલ હતા. આ અકસ્માતની ઘટના અંગેની મૃતકના પરીવારોને ચોરવાડ ખાતે જાણ કરી હતી. આ અંગે પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવા તજવિજ હાથ ધરેલ છે.

