Gujarat

ઓફલાઈન સ્પર્ધા ફોર્મ આગામી તા.6 ઓગસ્ટ તેમજ ઓનલાઈન સ્પર્ધા ફોર્મ વિડીયો સીડી સાથે તા. ૧૨ ઓગસ્ટ સુધીમાં મેળવીને પરત જમા કરાવવાના રહેશે  

યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ, ગાંધીનગરના ઉપક્રમે પ્રતિવર્ષ યુવાનોના સ્વપ્નને સાકાર કરવા, તેમની કલાત્મક અને સર્જનાત્મક શક્તિઓને બહાર લાવી તેને ખીલવવાના દિવ્ય ઉદેશ્ય સાથે યુવા ઉત્સવ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્પર્ધામાં ૧૫ કૃતિઓ ઓફલાઈન અને ૧૮ કૃતિઓની વિડીયો કલીપ મારફતે યોજવામાં આવશે. 

આ યુવા ઉત્સવ સ્પર્ધામાં ૧૫ થી ૨૯ વર્ષની વય ધરાવતા તમામ યુવક-યુવતીઓ ભાગ લઈશકશે. .જે યુવક-યુવતીઓ ભાગ લેવા માંગતા હોય તેઓ અરજી ફોર્મ જામનગર ગ્રામ્ય વિસ્તારના તાલુકાકક્ષાએ તાલુકા કન્વીનરશ્રી ધ્રોલ તાલુકામાં શ્રી જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ ખાતે શ્રી લીલાબેન સીતાપરા ( મો.૯૩૭૫૪૮૫૦૯૦) જોડિયા  તાલુકામાં સાઈ માધ્યમિક શાળા જોડિયા ખાતે શ્રી જગદીશભાઈ વિરમગામા (મો.9979399062), જામજોધપુર  તાલુકામાં આર.એમ.ટીલવા  હાઈસ્કૂલ-સીદસર ખાતે શ્રી અખિલભાઈ બુટાણી (મો.9081171581), કાલાવડ તાલુકામાં જે.પી.એસ.સ્કૂલ ખાતે શ્રી રમેશભાઈ દોંગા(મો.9974401472), લાલપુર તાલુકામાં સણોસરી માધ્યમિક શાળા ખાતે શ્રી ધીરજભાઈ પરમાર (મો.૯૪૨૬૧૩૮૦૧૦) તેમજ જામનગર તાલુકામાં ધ પટેલ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ ધ્રાંગડા ખાતે શ્રી કેતનભાઈ વાળા (મો.૯૭૨૫૯૨૨૭૪૭)નો સંપર્ક કરવાનો રહેશે. 

આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા યુવક-યુવતીઓએ ફોર્મ ગ્રામ્યમા ઉક્ત લગત કન્વીનર તેમજ શહેર વિસ્તારમા ભાગ લેવા ઈચ્છતા હોય તેઓ જીલ્લા રમત ગમત કચેરી,જીલ્લા સેવા સદન-૪,રૂમ નં-૪૨,રાજપાર્ક પાસે,જામનગર ખાતેથી ઓફલાઈન સ્પર્ધા ફોર્મ તા.૦૬/૦૮/૨૦૨૨ તેમજ ઓનલાઈન સ્પર્ધા ફોર્મ વિડીયો સીડી સાથે તા.૧૨/૦૮/૨૦૨૨ સુધીમાં મેળવીને પરત જમા કરવાનું રહેશે. વધુ વિગત માટે કચેરીનાં ફોન નં-૦૨૮૮-૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી. એમ. આઈ. પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *