Delhi

કૂચબિહારમાં પીકઅપ વાનમાં કરંટ લાગતા ૧૦ કાવડિયાના મોત

નવીદિલ્હી
પશ્ચિમ બંગાળના કૂચબિહારમાં રવિવારે રાત્રે મોટી દુર્ઘટના સામે આવી છે. એક પીકઅપ વાનમાં વીજળીનો કરન્ટ ફેલાવવાથી ૧૦ લોકોના મોત થયા છે. માર્યા ગયેલા બધા કાવડિયા હતા. ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. પ્રારંભિક તપાસમાં સામે આવ્યું છે કે જનરેટર (ડીજે સિસ્ટમ)ની વાયરિંગના કારણે આ દુર્ઘટના સામે આવી છે. જે પીકઅપ વાનના પાછળના ભાગે લગાવવામાં આવી હતી. ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પીકઅપ વેનમાં ૨૭ લોકો સવાર હતા. જેમાં ૧૬ લોકોને જલપાઇગુડીની હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા છે. જ્યારે ૧૦ લોકોના મોત થયા છે. પોલીસના મતે આ ઘટના પીકઅપ વાનમાં લગાવેલા ડીજે સિસ્ટમના જનરેટર વાયરિંગના કારણે બનવાની ધારણા છે. તેના કારણે પીકઅપ વાનમાં કરંટ ફેલાયો હશે. માથાભંગાના એસપીએ કહ્યું કે સૂચના મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ઘટના પછી ડ્રાઇવર ફરાર થઇ ગયો છે. છજીઁએ કહ્યું કે પીકઅપ જપ્ત કરી લેવામાં આવી છે. ડ્રાઇવરની શોધ કરવામાં આવી રહી છે. જેથી દુર્ઘટના કેવી રીતે બની તે વિશે જાણી શકાય.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *