Gujarat

બાંધકામના કામોમાં આર એન્ડ બી વિભાગ દ્વારા ચકાસણી

અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટીમાં થયેલ બાંધકામના કામોને લઈને એક કન્સલ્ટન્ટના સમયમાં થયેલ કામોની આરશ્ડી ડિપાર્ટમેન્ટમાં ચકાસણી કરવા સિન્ડિકેટ સભ્યએ રજુઆત કરી છે. જેને લઈને સિન્ડિકેટ બેઠકમાં આ મુદા પર ખાસ ચર્ચા કરવામાં આવશે. આ મુદાઓને લઈને સિન્ડિકેટ બેઠક ઉગ્ર પણ થઈ શકે છે. સિન્ડિકેટ સભ્ય અને કુલપતિ વચ્ચે ચાલી રહેલ શીતયુદ્ધના કારણે આજની સિન્ડિકેટ બેઠકમાં હોબાળો પણ થઈ શકે છે. આ ઉપરાંત આજની સિન્ડિકેટ બેઠકમાં યુથ ફેસ્ટિવલ માટે જે ૪ લાખનું બજેટ હતું તે વધારીને ૫.૫૦ લાખ સુધી કરવાની જાેગવાઈ પર ચર્ચા કરવામાં આવશે.પદવીદાન સમારોહમાં મેડલ એનાયત કરવામાં આવે છે તેના પર ચર્ચા કરવામાં આવશે.એકેડેમિક કાઉન્સિલમાં નવા કોર્ષ માટેની મંજૂરી તથા અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.ગુજરાત યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટ અને એકેડેમિક કાઉન્સિલની બેઠક મળવાની છે.સિન્ડિકેટ બેઠકમાં આજે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં અગાઉ સિન્ડિકેટ મેમ્બરે બાંધકામના કામોમાં આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પાસે ચકાસણી કરવવા થયેલી રજુઆત,મેડલ,એલઆઈસી, યુથ ફેસ્ટિવલ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.

File-02-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *