સ્વચ્છ ભારત મિશન-(ગ્રામિણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારો માટે ગોબરધન એક મહત્વની યોજના છે. બાયોગેસ પ્લાન્ટ થકી ગ્રામ્ય વિસ્તારના પશુ છાણને વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરી ગ્રામ્ય વિસ્તારોને વિજળી, સ્વચ્છ વાતાવરણ, આરોગ્ય, રોજગારીનો એક સ્ત્રોત તથા બહેનોના સ્વસહાય જુથોની ખાદ મંડળીઓ વગેરે ઉદ્દેશ્ય સર કરવાનું યોજનાનું મહત્વ છે. જેમાં ગામોગામ ગુજરાત સરકાર દ્વારા આપણા ગામના ઘેર-ઘેર બાયોગેસ બેસાડવા માટે સહાય આપવામાં આવે છે. જેમાં પ્લાન્ટની કિંમત રૂા.૩૦,૦૦૦ અને સ્લરી એકત્રીકરણ કુંડ રૂા.૧૨,૦૦૦ સહિત કુલ રૂા.૪૨૦૦૦નો ખર્ચ થાય છે. જેમાં લાભાર્થીઓને રૂા.૩૭,૦૦૦ની સબસીડી આપવામાં આવે છે. આથી માત્ર રૂા.૫૦૦૦ના રોકાણમાં બાયોગેસ પ્લાન્ટનો અઢળ કાયદો મળશે.
