Gujarat

રાજકોટમાં આપના કાર્યકરોની પોલીસે અટકાયત કરી

રાજકોટ
હિન્દુત્વનાં મોટા બણગા ફૂંકતી ભાજપ સરકારે હિન્દુઓનાં મહત્ત્વના તહેવાર એવા નવરાત્રિનાં ગરબામાં પણ જીએસટી લગાવી લોકોને લૂંટવાનો નવો કારસો ઘડ્યો છે. સામાન્ય રીતે ખેલૈયાઓ મોટી સંખ્યામાં આ તહેવારોમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરતા હોય છે. ત્યારે તેના ઉપર લગાવેલો જીએસટી સત્વરે પરત નહીં ખેંચાય તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આમ આદમી પાર્ટીના આ વિરોધ અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. તેમજ સૂત્રોચ્ચાર સહિતના દેખાવો કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની અટકાયતનો પ્રયાસ કરતા પોલીસની સાથે ઉગ્ર બોલાચાલીના દૃશ્યો સર્જાયા હતા. જાેકે ત્યારબાદ પોલીસે ટીંગાટોળી કરી આપનાં ૪૦ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.સરકાર દ્વારા ગુજરાતની પરંપરા ગણાતા ગરબાનાં પાસમાંથી પણ જીએસટી વસૂલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને લોકોમાં ભારે રોષની લાગણી જાેવા મળી રહી છે. ત્યારે લોકોના આ રોષને વાચા આપવા માટે રાજકોટ આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ મુદ્દે વિવિધ બેનરોની સાથે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જાેકે પોલીસે દેખાવો કરી રહેલા આમ આદમી પાર્ટીનાં ૪૦ જેટલા નેતાઓ અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. આજે શહેરનાં કિસાનપરા ચોકમાં આમ આદમી પાર્ટીનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. જેમાં વિવિધ બેનરો સાથે ગરબાના પાસમાં જીએસટી લાગુ કરવા મામલે વિરોધ દર્શાવ્યો હતો. આ સમયે આપ આગેવાનો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા અને ગરબામાં લગાવેલો જીએસટી પરત ખેંચવાની માગ કરવામાં આવી હતી.

File-02-page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *