ખાપટ, વડવીયાળા, જરગલી, શાણાવાકીયા, નાના સમઢીયાળા સહીતના ગામોમાં ૧ ઇંચ ધોધમાર વરસાદ..
ઊના ગીરગઢડા પંથકમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટી જોવા મળી રહ્યો છે. અને ગીર પંથક તેમજ નજીકના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર તો ક્યાક ઝાંપડા વરસી રહ્યા છે. ત્યારે આજે પણ બપોરના સમયે આકાશમાં કાડા ડિબાગ વાદળો ઘેરાવા લાગેલ અને ગાજવિજ સાથે ૧૫ મીનીટમાં તાલુકાના ધોકડવા દોઢ ઇંચ, ખાપટ, વડવીયાળા, જરગલી, શાણાવાકીયા, નાના સમઢીયાળા, પાણખાણ સહીતના ગામોમાં ૧ ઇંચ જેટલો વરસાદ પડી જતાં રસ્તા પરથી પાણી ચાલતા કરી દીધેલ જ્યારે ઊના પંથકમાં ઠંડો પવન ફુકાતા ઠંડુગાર વાતાવરણ ફેલાયેલ હતું. જોકે શહેરમાં વરસાદી માહોલ જામ્યો હોય પરંતુ ગર્જના કરેલ પરંતુ વરસ્યો ન હતો. આમ બે દિવસથી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળેલ છે.

