ઊના – ઊનાના ગરાળ ગામના રસ્તા પર છકરો રીક્ષામાં પેસેન્જરો ભરી ઉના તરફ જતી હતી. એ વખતે અચાનક રસ્તા પર વૃધ આડે આવતા તેને બચાવવા જતાં સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા પલ્ટી ખાઇ હતી. જેમાં ૮ વ્યક્તિને નાની મોટી ઇજા થતાં સારવાર અર્થે ઉના સરકારી હોસ્પીટલે ખસેડાયેલ છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ઊના તાલુકાના મોઠા ગામે થી ઉના તરફ પેસેન્જર ભરેલી છકડો છકડો રીક્ષા આવતી હતી. ત્યારે ગરાળ ગામ નજીક અચાનક રસ્તા પર વૃધ આડે ઉતરતા રીક્ષા ચાલકે વૃધને બચાવવા જતાં સ્ટેરીંગનો કાબુ ગુમાવી દેતા રીક્ષા રસ્તાની સાઇડમાં પલ્ટી ખાઇ ગઇ હતી. રીક્ષામાં બેઠેલા પેસેન્ટરો બધુભા ભુપતસંગ રાઠોડ રહે. ગરાળ, જીવુબેન વિરાભાઇ પરમાર, નાનુબેન જેઠાભાઇ વાળા, જાનીબેન રાઘવભાઇ વાળા રહે. નાગેશ્રી, કાળુભાઇ લાખાભાઇ પરમાર, રાણીબેન અમરાભાઇ સરવૈયા રહે.મોઠા, અમરાભાઇ અરજણભાઇ સરવૈયા, તેમજ વનિતાબેન બાબુભાઇ વિઝુંડા રહે. બામણસા આ તમામને નાની મોટી ઇજા થઇ હતી. જેમાં બધુભા રાઠોડને માથાના ભાગે ગંભીર ઇજા પહોચી હતી. આ અકસ્માનની ઘટના બનતા રસ્તા પરથી પસાર થતાં વાહન ચાલકોનો ટ્રફીક જામ થઇ ગયેલ અને ૧૦૮ને જાણ કરાતા બે- બે ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવવી પડી હતી. અને તમામ ઇજાગ્રસ્તોને એમ્બ્યુલન્સમાં મારફતે તાત્કાલીક ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ઇજાગ્રસ્તોના પરીવારજનોને જાણ થતાં તાત્કાલીક હોસ્પીટલે દોડી ગયા હતા.

