Gujarat

જેતપુરના મંડલીકપુરની સીમમાં ચાલતી જુગાર કલબ ઝડપાઈ 

જેતપુર માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગના ડિરેક્ટર તેમજ મંડલીકપુર ગામના સરપંચ સહિત સાત શખ્સો ઝડપાયા
જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાના ખાસ અંગત ગણાતા તેમજ માર્કેટિંગ યાર્ડના ખેડૂત વિભાગના ડિરેક્ટર મોહન પટેલે પોતાની વાડીએ જુગારનો અખાડો ચાલુ કર્યો હતો મંડલિકપુર ગામના સરપંચ પતિ સહીત જુનાગઢનાં પાંચ શખ્સોને સહિત કાર, મોબાઈલ, બાઈક અને રોકડ મળી રૂા.7.22 લાખના મુદામાલ સાથે દબોચી કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ મથકે મળતી વિગત અનુસાર જેતપુર તાલુકા પોલીસ મથકનો સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે જેતપુરના મંડલીકપુરમાં રહેતા મોહન કરશન રાદડીયા (પટેલ) એ પોતાની વાડીએ ઓરડીમાં જુગાર કલબ ખોલી બહારથી માણસો બોલાવી તીનપતીનો જુગાર ચાલુ કર્યો હતો  જેની બાતમીના આધારે પોલીસ ત્રાટકી હતી જેમાં જુગટુ ખેલતા મોહન કરશન રાદડીયા, હરેશ છગન સેંજલીયા (રહે. મંડલીકપુર, જેતપુર), નવધણ કેશવ સાંડીલા, નવધણ કારા સાંડેલા (રહે. બંને ધંધુસર, જુનાગઢ), વિશાલ સામત પરમાર અને પરસોતમ જેરામ ટીલવા (રહે. બન્ને જુનાગઢ)ને એક કાર, બાઈક-2, મોબાઈલ ફોન-7 અને રોકડ રૂા.1.11 લાખ મળી રૂા.7.22 લાખના મુદામાલ સાથે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *