Gujarat

જેતપુરમાં કરોડોની સરકારી જમીન પર ખાનગી દબાણને લઈને તંત્ર જાગ્યું, સરકારી જમીન પર દબાણ મુદ્દે 80 થી વધુ આસામીઓને 7 દિવસમાં જમીનનો કબ્જો સોંપવા મામલતદારની નોટિસ.

દબાણ કરતા રાજકીય વગ ધરાવતા આસામીઓ સામે કાર્યવાહી થશે કે કેમ તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
જેતપુરમાં સરકારી જમીન પર વર્ષોથી ખાનગી કબ્જો છે. જેને લઇને સરકારી તંત્ર સફાળું જાગ્યું છે. જેતપુરમાં મામલતદારે જમીનના કબ્જાને લઇને નોટિસ જાહેર કરી છે. જેમાં 7 દિવસમાં જમીનનો કબ્જો સોંપવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં કરોડોની જમીનમાં ખાનગી મિલકતો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે. જેમાં જેતપુરનાં સામાકાંઠા વિસ્તાર તેમજ નવાગઢના દાસીજીવણપરા, બળદેવધાર વિસ્તાર સામેલ છે. જેમાં દુકાનો,ગોડાઉન તેમજ સરકારી જમીન ઉપર હકક જમાવી બેઠેલા 80 થી વધુ આસામીઓને 7 દિવસમાં જમીનનો કબ્જો નહીં સોંપનારા પર કાયદેસરની કાર્યવાહીનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.સરકારી જમીન ઉપર દબાણો થયાનું ખુલતા વહીવટી તંત્ર ચોંકી ઉઠ્યું છે. સરકારી જમીનો પરના આ દબાણોને હટાવવા માટે તંત્ર દ્વારા તખ્તો ઘડી કાઢવામાં આવ્યો છે.
જેતપુર શહેરના સામા કાંઠા વિસ્તાર તેમજ નવાગઢના મોટાભાગના વિસ્તારમાં સરકારની ખરાબાની જમીન 80 થી વધુ આસામીએ કબજો જમાવી દબાણ કરતા આ આસામીને જેતપુર શહેર મામલતદાર અઘેરા  202ની નોટીસ ફટકારી સાત દિવસમાં આ દબાણ હટાવવા માટે તાકીદ કરી છે. સરકારી ખરાબાની જમીન ઉપર 80 થી પણ વધુ આસામીઓએ રહેણાક,દુકાન ગોડાઉન, વિષયક દબાણ કરી પોતાનો કબજો જમાવી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. આથી આ આસામીઓને શહેર મામલતદાર દ્વારા સાત દિવસની નોટીસ ફટકારવામાં આવી છે. પરંતુ જો આસામીઓ સાત દિવસમાં આ સરકારી જમીનનું દબાણ દૂર કરીને તેનો કબજો વહીવટી તંત્રને નહીં સોંપે તો દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.આ જમીનની કિંમત કરોડો રૂપિયાની થતી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જેતપુરના સામા કાંઠા વિસ્તારમાં અનેક સાડીઓના એકમ આવેલા હોય તેમજ પરપ્રાંતિયો મજૂરોની અવરજવર રહેતી હોય જેથી.આ વિસ્તારમાં મોટા પાયે સરકારી જમીન પર દુકાનો તેમજ ગોડાઉન તેમજ મજૂરોને રહેવા માટે ઓરડીઓ બાંધી ગેરકાયદેસર દબાણ કરી મસ મોટા ભાડાઓ વસૂલ કરી રહ્યા છે તેમજ આ આ વિસ્તારમાં રાજકીય ઈશારે જેતપુરનાં નામી બિલ્ડર પણ ગેરકાયદેસર દુકાનો બનાવવામાં સામેલ હોઈ જેથી મામલતદાર દ્વારા સરકારી જમીનો પરના દબાણને લઇને તંત્ર સફાળું જાગ્યું છે પરતું રાજકીય વગ ધરાવતા લોકો કાર્યવાહી થવા દેશે કે મામલતદારને નોટિસો આપી સંતુષ્ટિ માની લેવી પડશે તેવી અનેક બાબતો  શહેરના લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે.

IMG-20220805-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *