ગિરગઢડા
ભરત ગંગદેવ
ઊના પોલીસ સ્ટેશન બેઇઝ્ડ
સપોર્ટ સેન્ટર દ્વારા સ્વામિ નારાયણ ગુરુકુળ કોલેજ માં નારી વંદન ઉત્સવ નાં ભાગરૂપે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, કોલેજ સ્ટાફ, આચાર્ય અને નિયામક ગૌસ્વામી સાહેબ હાજર રહેલ અને જેમાં બંને કાઉન્સેલર બહેનો પણ હાજર હતા અને કાઉન્સેલર મનીષા બેન ગોહીલ દ્વારા સપોર્ટ સેન્ટર ની પોલીસ સ્ટેશન માં કઈ રીતે કામગીરી કરવામાં આવે છે. ઘરેલુ હિંસા, કામકાજના સ્થળે જાતિય સતામણી, સાયબર ક્રાઇમ, છેડતી, શિક્ષણને લગતું માર્ગદર્શન, અને ખાસ દીકરીઓને કરિયર બનાવવા પર ફોકસ કરવાનું અને મોબાઇલ નાં ફાયદા અને ગેરફાયદાઓ અને બીજી ઘણી જીવન ઉપયોગી માહીતી ઉદાહરણો આપી સમજાવવામાં આવી.

