Gujarat

માં ભોમની રક્ષા માટે કેટલીય પાઘડિયું દટાય છે ત્યારે તિરંગો લહેરાયો છે: રાજભા ગઢવી  

 પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દેશબંધોને તા.૧૩ થી ૧૫ ઓગષ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું છે, ત્યારે તેમાં જાણીતા લોકસાહિત્યકાર શ્રી રાજભા ગઢવીએ પોતાનો સૂર પુરાવ્યો છે અને નાગરિકોને તિરંગો લહેરાવવા માટે અપીલ કરી છે.

      રાજભા ગઢવીએ પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે, તિરંગો ભારતની આન, બાન, સાન અને જાન છે. આ તિરંગાના સન્માન અને માં – ભોમની રક્ષા માટે કેટલીય પાઘડીયું દટાઈ છે, શૂરવીરોએ સામી છાતીએ ગોળીઓ ઝીલી છે – મસ્તક આપ્યા છે, છતાં તિરંગાની શાન ઓછી થવા દીધી નથી. આ તિરંગા માટે કેટલાય ભારતીયોએ લોહી રેડિયા છે, ત્યારે દરેક લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈ, આઝાદીના અમૃત મહોત્સવમાં તા.૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન નાગરિકો તિરંગાની વંદના કરવાની સાથે ઘરે ઘરે તિરંગો લહેરાવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *