Gujarat

જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખે રસીકરણની કામગીરીનું કર્યું નિરીક્ષણ  

જૂનાગઢ તાલુકાના (ગ્રામ્ય) બિહાર ગામમાં જિલ્લાના પશુપાલન વિભાગ દ્વારા ગાય વર્ગના તમામ પશુઓને રસીકરણ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. એટલે કે ભિયાળ ગામના ગાય વર્ગના ૧૦૦ ટકા પશુઓને  લમ્પી વાયરસ સામે સુરક્ષા કવચ આપવામાં આવ્યું છે.

    જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિરાંત પરીખ અને ગાંધીનગર ખાતેથી જૂનાગઢ જિલ્લામાં લમ્પી વાયરસના અનુસંધાને લાઇઝન અધિકારી તરીકે નિમાયેલા શ્રી એસ. એસ. પટેલ  ભિયાળ ગામે રસીકરણ સહિતના કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. આ અધિકારીશ્રીઓએ લમ્પી વાયરસ ડામવા માટે લેવામાં આવેલા અટકાયતી પગલા અને કામગીરી અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ અંગે નાયબ પશુપાલન નિયામક શ્રી ડો. દિલીપ પાનેરાએ સમગ્ર જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા.

     આ તકે સહકારી આગેવાન અને ગૌ-શાળાના પ્રમુખ શ્રી રામજીભાઈ અકબરી સહિતના અગ્રણીઓ અને પશુપાલકો-ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *