Gujarat

અમરેલી જિલ્લા તથા તમામ તાલુકાની કોર્ટમાં તા.૧૩ ઓગસ્ટે રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે

ભરત ગંગદેવ

અમરેલી તા.૦૮ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળઅમરેલીના ચેરમેન અને પ્રિન્સીપાલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી આર.ટી. વાછાણીના અધ્યક્ષસ્થાને જિલ્લા અદાલત અમરેલી તેમજ જિલ્લાના દરેક તાલુકાની કોર્ટમાં આગામી તા.૧૩ ઓગસ્ટ-૨૦૨૨ના રોજ રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જેમાં ક્રિમીનલ કમ્પાઉન્ડ ઓફેન્સનેગોશીએબલ-૧૩૮મની રીકવરીએમએસપીમેટ્રોમોનિયલ ડિસપ્યુટલેબર ડિસપ્યુટલેન્ડ એક્વીઝેશન કેસોઇલેક્ટ્રિસિટી અને વોટર બીલ્સ (નોન કમ્પાઉન્ડેબલ) કેસો અને સર્વિસ મેટર રીલેટીંગ પે એન્ડ એલાઉન્સ,  લેવન્યુ કેસોઅધર સિવિલ કેસો  સમાધાન દ્વારા નિકાલ કરવામાં આવશે. જો કોઈ પક્ષકારો તેઓના કોર્ટમાં ચાલતાં કેસો રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા ઇચ્છતા હોય તો તેઓએ જિલ્લા કક્ષાએ જિલ્લા કાનૂની સેવા સમિતિસિવિલ કોર્ટનો સંપર્ક (૦૨૭૯૨) ૨૨૯૮૨૪ કરવા ફુલ ટાઈમ સેક્રેટરીશ્રી એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *