મોરબી
મોરબીના સિરામિક ઉધોગપતિ નાનીવાવડી રોડ, રાધાપાર્ક સોસાયટીમાં રહેતા ઉધોગપતિ અનિલભાઇ વલ્લભભાઇ કગથરાએ પોલીસ ફરિયાદમાં નોધાવી છે કે તા.૨૯ના સાંજના પાંચેક વાગ્યા દરમિયાન આરોપીએ લોરેન્સ બીશ્નોઇ ગેંગના માણસની ઓળખ આપી મોબાઇલ નંબર ૧(૪૨૫)૬૦૬-૪૩૬૬ ઉપરથી અનિલભાઇના મોબાઇલમાં વ્હોટ્સએપ પર ઓડીયો, વીડિયો મેસેજ કર્યા હતા અને વ્હોટ્સએપ કોલ દ્વારા અનિલભાઇને ડરાવી ધમકાવી બળજબરીથી રૂપિયા ૨૫ લાખ કઢાવી લેવાની માંગણી કરી હતી અને એસ.બી.આઇ બેન્ક એકાઉન્ટ, પેટીએમ, ગુગલ પે.તથા ફોન પે. ઉપર રૂપિયા મોકલી આપવાનું કહ્યું હતું અને જાે રૂપિયા ૨૫ લાખ નહી આપે તો અનિલભાઇ તથા તેના પરીવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી અનિલભાઇના મોબાઇલમાં રીવોલ્વર તથા કાર્ટીઝનો વીડિયો મોકલીને મૃત્યુનો ભય બતાવ્યો હતો. જે મામલે એ ડીવીઝન પોલીસે ગુનો નોધી આરોપીને ઝડપવા કાર્યવાહી હાથ ધરી છે .પંજાબી ગાયક અને કોંગ્રેસના નેતા સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં સંડોવાયેલી બિશ્નોઇ ગેંગનું નામ આજથી ૨ માસ પહેલા ચર્ચામાં આવ્યું હતું. અને હાલમાં જ આ ગેંગના સભ્યો દ્વારા સુપરસ્ટાર સલમાન ખાનને પણ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે મોરબીના સિરામિક ઉધોગપતિ ફોનમાં વ્હોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં અજાણ્યા ઈસમે લોરેન્સ બીશ્નોઇ ગેંગનો માણસ હોવાની ઓળખ આપી રૂ.૨૫ લાખની ખંડણી માંગી હતી અને જાે પૈસા નહીં ચૂકવે તો તેને જાનથી મારી નાખવાંની ધમકી આપવામાં આવી હતી.


