Gujarat

દ્વારકાના જુવાનપુર ગામે ૧.૯૧ લાખની ચોરી કરી ચોર ફરાર

દ્વારકા
કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા દિલીપભાઈ લખુભાઈ કણજારીયા નામના ૩૯ વર્ષના સતવારા યુવાનના રહેણાંક મકાનમાં રવિવાર તારીખ ૭ના રોજ અજાણ્યા ઈસમોએ મકાનના રૂમની બારી તોડી ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. આ મકાનમાં રાખવામાં આવેલા રૂપિયા ૧.૫૮ લાખ રોકડા તથા રૂપિયા ૩૦ હજારની કિંમતની એક તોલા સોનાની બે જાેડી બુટ્ટી ઉપરાંત રૂપિયા ૨ હજારની કિંમતના ચાંદીના સદરા વગેરે મુદ્દામાલ ચોરી કરીને લઈ ગયા હતા. આમ, તસ્કરો રૂપિયા ૧ લાખ ૯૦ હજાર ૭૦૦ની કિંમતના મુદ્દામાલની ચોરી કરી જવા મામલે દિલીપભાઈ કણજારીયાની ફરિયાદ પરથી કલ્યાણપુર પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૪૫૭ તથા ૩૮૦ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે સંદર્ભે અહીંના ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરીના વળપણ હેઠળ કલ્યાણપુરના પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા દ્વારા આ પ્રકરણમાં જાણભેદુ હોવાની આશંકા સહિતની વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.કલ્યાણપુર તાલુકાના જુવાનપુર ગામે રહેતા એક આસામીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી, આ મકાનમાંથી દાગીના તથા રોકડ સહિત કુલ રૂપિયા ૧.૯૧ લાખના મુદ્દામાલની ચોરી થવા મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

File-02-Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *