Gujarat

આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવણી અને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આજે છોટાઉદેપુર શહેર અને તાલુકા ભાજપ દ્વારા નગરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, 

ભાજપ કાર્યાલય ખાતેથી નીકળેલી તિરંગા યાત્રા પેટ્રોલપંપ ચારરસ્તા-કલેક્ટર કચેરી-મુખ્ય બજાર- લાયબ્રેરી રોડ-કસ્બા-પાવરહાઉસ ચારરસ્તા-ગુરુકૃપા વિસ્તારમાં થઈ પરત ભાજપ કાર્યાલય ઉપર સંપન્ન થઈ હતી, રેલીમાં  બાઈક ઉપર તિરંગા સાથે ભાજપના યુવા અને મહિલા મોરચાના કાર્યકરો જોડાયા હતા ,આદિજાતિ વિકાસ વિભાગ નિગમના ડિરેક્ટર અને પૂર્વ જિલ્લા પ્રમુખ જશુભાઈ રાઠવા, ગુજરાત માં.અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના ડિરેક્ટર મુકેશ પટેલ તેમજ શહેર અને તાલુકા ભજપાના પ્રમુખ દ્વારા નગરમા સ્થાપિત બિરસમુંડા,મહાત્મા ગાંધી,શહિદ ભગત સિંહ ,સરદાર પટેલ અને ડૉ, બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220810-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *