આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભારત સરકાર દ્વારા હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત સરકાર દ્વારા દેશના તમામ નાગરિકોને તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે
તારીખ 13 થી 15 ઓગસ્ટ વચ્ચે પોતાના ઘર પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવવા વડાપ્રધાને દેશના નાગરિકોને અપીલ કરી છે ત્યારે સરકારના આ અભિયાન અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વાઘ સ્થળ ડુંગર ની ઉપર ભવ્ય રીતે તિરંગો લહેરાવવામાં આવ્યો
જેમાં જિલ્લા પોલીસ વિભાગના અધિકારીઓ પોલીસ કર્મીઓ દ્વારા હાથમાં તિરંગો લઈ દેશભક્તિના નારા સાથે વાઘસ્થળ ડુંગરની ઉપર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લોકો માં દેશ પ્રેમ વધે તે હેતુથી વાઘ સ્થળ ઉપર તિરંગો લહેરાવવા નુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું હાથમાં તિરંગા દેશભક્તિના નારા સાથે પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ વાઘસ્થળ માતાના પ્રવેશ દ્વાર પાસે ઉપસ્થિત થયા હતા સમગ્ર જંગલ વિસ્તાર દેશભક્તિમય બની ગયો હતો વાઘ સ્થળ ડુંગર ઉપર તિરંગો લહેરાવવાનો મુખ્ય ઉદ્દેશ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત દરેક નાગરિક તેમના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે અને દરેક દેશ વાસી ઓમા રાષ્ટ્ર ભાવના વધુને વધુ બળવત્તર બને અને દરેક નાગરિકમાં પોતાના દેશ પ્રત્યે ગર્વ અને દેશ પ્રેમ વધે તે છે
આ પ્રસંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા છોટાઉદેપુર જિલ્લા વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.વી.કાટકડ છોટાઉદેપુર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર ડી.વાય.એસ.પી .જે.જી.ચાવડા છોટાઉદેપુર પોલીસ મથકના પી.આઇ.વી.એમ.કામલિયા તેમજ એલસીબી એસઓજી તેમજ અન્ય વિભાગના પોલીસ અધિકારીઓ પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
Attachments area


