Gujarat

બનાસકાંઠાના ભડથ ગામથી એલસીબીએ ૭ જુગારીઓને ઝડપ્યા

ડીસા
બનાસકાંઠા જિલ્લામાં શ્રાવણીયા જુગારીયાઓ વિરુદ્ધ જિલ્લા પોલીસ મુહીમ ચલાવી રહી છે. જેના અંતર્ગત ડીસામાં બે અલગ અલગ જગ્યાએ રેડ કરી ૧૫ જુગારીયાઓને ઝડપી લીધા બાદ ભડથ ગામની સીમમાંથી વધુ સાથ જુગારીયાઓ ઝડપાયા છે. એલસીબીની ટીમ ડીસા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે માહિતી મળતા ભડથ ગામની સીમમાં તપાસ કરી હતી અને કેહરસિંહ વાઘેલાને ત્યાં તપાસ કરતા ખુલ્લા છાપરામાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાઈ ગયા હતા. પોલીસે જુગારનું સાહિત્ય, ૬ મોબાઈલ અને રોકડ સહિત કુલ ૭૩ હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે સાત શખ્સોને ડીસા તાલુકા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં એલસીબીની ટીમ જુગારીયાઓ પર તવાઈ બોલાવી રહી છે. ડીસામાં બે અલગ અલગ જગ્યાએથી ૧૫ જુગારીયાઓ ઝડપાયા બાદ આજે ભડથ ગામની સીમમાંથી વધુ સાત જુગારીયાઓને ઝડપી લઇ ૭૩ હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

File-02-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *