Gujarat

વડોદરામાં પત્નીના મોતની જાણ થતાં પતિનું પણ મોત

વડોદરા
વડોદરાના માંજલપુર વિસ્તારમાં માણેજા ક્રોસીંગ રાજમણી સોસાયટીમાં રહેતા ૬૧ વર્ષીય સુશીલાબેન અમીન સવારે મહાદેવના મંદિરે દર્શન કરવા જતા હતા. આ દરમિયાન રોડ ક્રોસ કરતા એક બાઇક ચાલકે ટક્કર મારતા સુશીલાબેનને માથામાં ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું હતું. સુશીલાબેનને અકસ્માત થયાની જાણ થતાં તેમનો પુત્ર અર્પિતભાઇ અમીન સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો, અહીં તેમને માતાના મૃત્યું અંગે જાણ થઇ હતી. આથી સંબંધીઓને અને પડોશીઓને આ અંગે જાણ કરી હતી. જેથી લોકો અર્પિતભાઇના ઘરે એકત્ર થવા લાગ્યા હતા અને સુશીલાબેનના પતિ વાસુદેવભાઇ અમીન (ઉં.વ. ૬૪)ને પત્નીનું અકસ્માતમાં મૃત્યું થયાની જાણ થઇ હતી. આથી વાસુદેવભાઇને એવો આઘાત લાગ્યો કે તેઓને ત્યાં જ હાર્ટ એકેટ આવી ગયો હતો. આથી પરિવારજનો વાસુદેવભાઇને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા પણ ત્યાં એમને સારવાર મળે ત્યાં સુધીમાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. માતાનું અકસ્માતમાં અને પિતાનું હાર્ટ એટેકથી મૃત્યું થતાં અમીન પરિવારના માથે જાણે દુખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નબાદ જીવનભર હંમેશા સાથે રહેતા દંપતીનું એકસાથે જ મૃત્યુ થતાં બંનેની અંતિમયાત્રા પણ એકસાથે જ નિકળી હતી. જેમાં પડોશીઓ અને સંબંધીઓ સહિતના મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને માહોલ ગમગીન બની ગયો હતો. મારા મમ્મી મંદિરે દર્શન કરવા જતાં હતા ત્યારે બાઇકની ટક્કરે ઇજા થતાં સયાજી હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું. જેથી અમે સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી હતી. જેની જાણ મારા પિતા વાસુદેવભાઇને થતાં તેમનું પણ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. બન્નેના મૃત્યુમાં માત્ર અડધો કલાકથી એક કલાકના સમયનું અંતર હતું. ઉલ્લેખનીય છે કે મૃતક વાસુદેવભાઇ માણેજા ખાતેની છમ્મ્ કંપનીમાંથી નિવૃત્ત થયા હતા. ઘટનાને પગલે મકરાપુરા પોલીસે અકસ્માત સર્જનાર બાઇક (ય્ત્ન-૦૬-સ્દ્ગ-૮૩૭૯)ચાલક શિવરાજ તીલોતમા બોરાહ (રહે. વ્રજધામ સોસાયટી, માણેજા, વડોદરા) સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.પતિ-પત્ની લગ્ન સમયે એકબીજાને સાત જન્મ સુધી સાથ આપવાના વચન આપે છે. ત્યારે વડોદરામાં પણ પતિ-પત્ની જીવનભર સાથે રહ્યા અને મૃત્યુ પણ એક જ દિવસે થયું હોવાની કરૂણ ઘટના સામે આવી છે. જેમાં પત્નીનું અકસ્માતમાં મોત થયું છે એ જાણતા જ ઘરે પતિનું પણ પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. અને બંનેની એક સાથે જ અંતિમયાત્રા નિકળી હતી. જેમાં પરિવારજનો હિબકે ચડતા સૌ કોઈની આંખો ભીંજાઇ ગઈ હતી.

Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *