Gujarat

છોટાઉદેપુર જીલ્લા કલેકટર દ્વારા સંક્ષિપ્ત મતદાર સુધારણા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી

છોટાઉદેપુર જીલ્લા કલેકટર સ્તુતિ ચારણ દ્વારા આજરોજ જિલ્લા સેવાસદન ખાતે સંક્ષિપ્ત મતદાર સુધારણા મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મતદારો માટે કેટલીક જરૂરી માહિતી આપવામાં આવી હતી. જેમાં નવા મતદાર કે જેઓ 1 જાન્યુઆરી, 1 એપ્રિલ, 1 જુલાઈ અને 1 ઓકટોબર સુધીમાં 18 વર્ષ થતા હોય તેવા મતદારો પોતાનું નામ મતદાર યાદીમાં નામ નોંધાવી શકશે. તથા આવનાર ચૂંટણીમાં મતદાનનો લાભ પણ લઈ શકશે.27163 લોકોએ આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કર્યા છે
આ ઉપરાંત સરકાર દ્વારા હમણાં જ ચૂંટણી કાર્ડને આધાર સાથે લિંક કરવા માટેની માહિતી આપવામાં આવી હતી. જેનો વધુમાં વધુ લોકો લાભ લે તેવી અપીલ કરી હતી. 1ઓગસ્ટથી અત્યાર સુધીમાં 27163 લોકોએ આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરી દીધા હોવાની માહિતી આપી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20220812_182349.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *