Gujarat

રાષ્ટ્રધ્વજ લહેરાવવાની ખુશી…

ગિરીવર ગિરનારની ગોદમાં નૈસર્ગિક વાતાવરણમાં ઇતિહાસની સાક્ષી રજૂ કરતો ઉપરકોટનો કિલ્લો અને આ કિલ્લાના કાંગરાની નજીક વસવાટ કરતા મોતીબેન ભોજાભાઇ બરેજાના પરિવાર દ્વારા રાષ્ટ્રભવના ઉજાગર કરતા કેટલાક દ્રશ્યો કેમેરામાં કંડારાઈ ગયા હતા. મોતીબેન તેમના પૌત્રી હેત્વી અને પૌત્ર મંત્ર સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવી અને ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાષ્ટ્રના વડાપ્રધાનના હર ઘર તિરંગાના આહવાનને અમે અમારા ઘરના આંગણે લહેરાવી અમારું રાષ્ટ્ર ભાવના વ્યક્ત કરવા અને તિરંગા ને માન સન્માન આપવા અમારા પૌત્ર પૌત્રી સાથે અમે અમારો શ્રદ્ધા ભાવ વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *