ગિરગઢડા
ભરત ગંગદેવ
કોડીનાર તાલુકાના ડોળાસા ગામ ગ્રામ પંચાયત ….ડોળાસા કુમાર પ્રાથમિક શાળા …ડોળાસા કન્યા શાળા…અને ગોંદરlપરા પ્રાથમિક શાળા ના સંયુક્ત ઉપક્રમે વિશાળ તિરંગા યાત્રા યોજાઇ હતી.
ડોળાસા સામૂહિક આરોગ્ય કેન્દ્ર નાં વિશાળ મેદાન માં તમામ શાળા ના બાળકો ….ડોળાસા ગામ ના લોકો અને ગ્રામ પંચાયત ના સરપંચ ગોવિંદભાઈ વી.કતિરા..માજી સરપંચ જેઠાભાઈ મોરી….ઉપસરપંચ સુભાષભાઈ મોરી….ગ્રામ પંચાયત ના સદસ્યો કlદુભાઈ ડોડીયા .. માનસિંહભાઈ ગોહિલ…સહિત નાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.ત્રણે શાળા ના બાળકો અને શિક્ષક સ્ટાફ પણ અને વિશાળ સંખ્યા માં ગ્રામજનો જોડાયા હતા ..આ તિરંગા યાત્રા સરકારી હોસ્પિટલ થી ગામ ના મુખ્ય માર્ગો પર થી પસાર થઈ ગીંદરા ચોક માં પહોચી હતી.આ તિરંગા યાત્રા દરમ્યાન વંદેમાતરમ્…..ભારત માતા ની જય…..આઝાદી અમર રહો….જેવા સૂત્રો પણ પોકારવા માં આવ્યા હતા.


