રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કપડવંજ તાલુકાના ડોડીયાપુર તાબે વ્યાસ વાસણા પ્રાથમિક શાળામાં લાઈફ સ્કીલ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું .શાળાના આચાર્ય તેમજ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓએ ચિત્રકામ તેમજ રંગપૂરણી,રંગોળી,મહેંદી કલા,લાઈફ સ્કીલ સહિતના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. તેમજ રોજીંદા જીવનમાં જરૂરી પ્રક્રિયાઓ વિદ્યાર્થીઓને સ્વ હસ્તે કરાવવામાં આવી હતી તેમજ તેના વિશે સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં દોરડા કુદ, સંગીત ખુરશી અને નદી પર્વત જેવી રમતો પણ રમાડવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.


