વિદેશી દારૂની જુદી જુદી બોટલો ૪૮૦, બાઇક, મોબાઇલ સહીત કુલ કિ. રૂ. ૯૨,૧૦૦ ના મુદામાલ કબ્જે કર્યો..
ઊના નજીક દિવથી વ્યાપક પ્રમાણમાં દારૂની હેરાફેરી થતી હોય તેમ નવાબંદર મરીન પોલીસને બાતમી મળતા જાખરવાડા ગામ નજીક દિવથી આવતા બાઇક ચાલકની તલાસી લેતા વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવતા બે શખ્સોને પકડી પાડી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ હતી.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પ્રતીકભાઇ જીણાભાઇ ડોડીયા રહે.જાખરવાડા તેમજ ધનજીભાઇ જીણાભાઇ ડોડીયા રહે. મુળ જાખરવાડા હાલ ઊના રહેતો હોય આ બન્ને શખ્સો દિવથી બાઇકમાં દારૂ લઇ આવતા હોવાની બાતમી નવાબંદર મરીન પોલીસને મળતા પી એસ આઇ એમ કે મકવાણા, પી એસ આઇ કે બી પરમાર, ભીખુશા બચુશા તેમજ વિજયસિંહ ચૌહાણ સહીતની ટીમે જાખરવાડા ગામ નજીક વોચ ગોઠવી હતી. અને દિવ તરફથી બાઇક પર આવતા બે શખ્સોને રોકાવી તલાસી લેતા વિદેશી દારૂની જુદી જુદી બોટલો ૪૮૦, બાઇક, મોબાઇલ સહીત કુલ કિ. રૂ. ૯૨,૧૦૦ ના મુદામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડેલ હતા. પોલીસે પુછપરછ કરતા આ દારૂનો જથ્થો દિવના જલંઘર બીચ પાસેના ઓમાર્યા બારના સંજયભાઇ તેમજ રસીલાબેન જેન્તીભાઇ પરમાર રહે. સૈયદ રાજપરા આ બન્નેના નામ ખુલતા બન્ને હાજર મળી આવેલ નથી. આમ વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડેલ તેમજ મહીલા અને એક શખ્સ સહીત કુલ ચાર શખ્સો વિરૂધ નવાબંદર મરીન પોલીસે ગુન્હો નોધી ઘોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


