સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
તારીખ ૧૫-૮-૨૦૨૨ના રોજ ૭૬ માં સ્વાતંત્ર્યદિન નિમિત્તે ફૈઝે મુહમદી એજ્યુકેશનલ વેલફેર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સાવરકુંડલા સંચાલિત એસ.એમ.જી.કે. એજ્યુકેશનલ કોમ્પલેક્ષ ખાતે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી. જેમાં આર્મીમેન સૈયદ એઝાઝહુસેન મુહંમદ ઈકબાલ બાપુ કાદરી તથા સરફરાજહુસૈન એન. શેરશીયા સાહેબ(પી.એસ.આઈ) અને સરફરાજભાઈ શેખ (એસ. આઈ. આર.) દ્વારા ધ્વજારોહણ કરીને વિશિષ્ટ સેવાકીય સંન્માન આમંત્રિત મહેમાનોને શ્રી દેવચંદભાઈ કપોપરા, શ્રી કરશનભાઈ ડોબરીયા તથા
શ્રી દીપકભાઈ ગઢીયાના વરદહસ્તે સંન્માનપત્ર અર્પણ કરેલ. સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ફૈઝે મુસ્તફા દારૂલ ઉલુમ ના સંચાલક જનાબ આચાર્ય હાફીઝ અકબર સાહેબ, તેમજ એસ.એમ.જી.કે. એજ્યુકેશનલ કોમ્પલેક્ષના ટ્રસ્ટીઓ, ડાયરેક્ટરો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની શાન વધારેલ. ઉપરાંત માનનીય મહેમાનોના પ્રાસંગિક તેમજ પ્રોત્સાહક રૂપ વક્તવ્યોથી વિદ્યાર્થીઓને ખૂબ આનંદ થયો. ઉપરાંત સંસ્થાના ૮૦૦ વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રાનું ઉપસ્થિત મહેમાનોના નેતૃત્વમાં આયોજન કરેલ હતું. આમ સમગ્ર કાર્યક્રમ આન,બાન, શાન થી ઉજવી રાષ્ટ્ર ભાવના પ્રતિત કરેલ.


